એમ.બી. પટેલ કોલેજમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો:પર્યાવરણ સંરક્ષણ, હરિયાળું કેમ્પસ અને સ્વચ્છ તથા સ્વસ્થ સમાજના નિર્માણનો સંદેશ અપાયો

📅 Published: August 18, 2026 | 📂 Category: gujarati-news

ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ.બી. પટેલ સાયન્સ કોલેજમાં ભારતના ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડો. જે.ડી. પટેલ, પ્રાધ્યાપકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ સંરક્ષણ, હરિયાળું કેમ્પસ અને સ્વચ્છ તથા સ્વસ્થ સમાજના નિર્માણનો સંદેશ આપવાનો હતો. આ પહેલ દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની ભાવના વિકસાવવાનો પ્રયાસ કરાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ વધુ વૃક્ષો વાવવા અને તેમની જાળવણી કરવાની તેમજ પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ સમગ્ર કાર્યક્રમ રાષ્ટ્રપ્રેમ અને પર્યાવરણ સુરક્ષાના સંદેશ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *