MP Accident: ગાયને બચાવવાના ચક્કરમાં 8ના મોત, નેશનલ હાઇવે 719 પર ગમખ્વાર અકસ્માત

📅 Published: August 18, 2026 | 📂 Category: India National

મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 719 પર  છિમકા ગામ નજીક મોડી રાત્રે એક લોડિંગ વાહન અને ટ્રક વચ્ચે થયેલી ગંભીર ટક્કરમાં આઠ લોકોના મોત થયા જ્યારે  22 લોકો ઘાયલ થયા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામને ગોહડ આરોગ્ય કેન્દ્રમાં મોકલી દીધા હતા. ગંભીર ઇજાગ્રસ્તોને બાદમાં ગ્વાલિયર રિફર કરવામાં આવ્યા હતા.

છિમકા ગામે લોડિંગ વાહન અને ટ્રક વચ્ચે અકસ્માત 

અહેવાલ મુજબ,  લખીમપુર ખેરી (ઉત્તર પ્રદેશ) અને નજીકના ગામોના મજૂરો ગ્વાલિયર જિલ્લાના ડાબરા નજીક ચિનોર ગામમાં ડાંગરની રોપણીનું કામ પૂર્ણ કરીને લોડિંગ વાહનમાં ઘરે પરત ફરી રહ્યા હતા. મધ્યરાત્રિની આસપાસ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 719 પર છિમકા ગામ નજીક, તેમનું વાહન સામેથી આવી રહેલા ટ્રક સાથે જોરદાર ટક્કર થઇ હતી. 

રસ્તા પર બેઠેલી ગાયોથી બચવાનો પ્રયાસ કરતી વખતે અકસ્માત થયો

એવું જાણવા મળ્યું છે કે રસ્તા પર બેઠેલી ગાયોથી બચવાનો પ્રયાસ કરતી વખતે આ અકસ્માત થયો હતો. બંને વાહનો સ્પીડમાં હતા.  પરિણામે થયેલી હિંસક ટક્કરમાં લોડિંગ વાહનમાં સવાર પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાના સમાચાર મળતાં, ગોહડ ચૌરાહા સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) રામનરેશ યાદવ પોલીસ ટીમ સાથે પહોંચ્યા, સ્થાનિકોની મદદથી ઘાયલોને બચાવ્યા અને ‘ડાયલ 108’ ઇમરજન્સી સર્વિસને જાણ કરી.

ઘટના સ્થળે 5ના મોત 

ડાયલ 108 એમ્બ્યુલન્સના ઇન્ચાર્જ પ્રભાંશુ દુબેએ તાત્કાલિક પાંચ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલી. ત્યારબાદ બધા ઘાયલોને ગોહડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ઘણા ઘાયલોની હાલત ગંભીર હોવાથી તેમને ગ્વાલિયર રિફર કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી ત્રણ રસ્તામાં જ મૃત્યુ પામ્યા હતા.

ઘણા ઘાયલ મજૂરોની હાલત ગંભીર

અકસ્માતમાં ઘાયલ થયેલા કેટલાક મજૂરોની હાલત ગંભીર છે. ટક્કર એટલી ગંભીર હતી કે લોડિંગ વાહન ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું, અને તેનો આગળનો ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. પોલીસ અકસ્માતના કારણોની વિગતવાર તપાસ કરી રહી છે. અગાઉ, શુક્રવારે મોડી રાત્રે રતલામ જિલ્લામાં મુંબઈ-દિલ્હી એક્સપ્રેસવે પર થયેલા માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. આ ઘટનામાં પાંચ અન્ય લોકો ઘાયલ થયા હતા.

સીએમ યોગીએ વળતરની જાહેરાત કરી 

યુપીના સીએમ યોગી આદિત્યનાથે ભીંડ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. સીએમ યોગીએ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના ભિંડમાં થયેલા દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં થયેલા જાનહાનિ ખૂબ જ પીડાદાયક અને દુઃખદ છે. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે.

2 લાખ રૂપિયા સહાયની કરી જાહેરાત 

તેમણે અધિકારીઓને મધ્યપ્રદેશ સરકાર સાથે સંકલન કરવાનો નિર્દેશ આપ્યો છે જેથી ઉત્તરપ્રદેશના મૃતકોના મૃતદેહ તેમના ગૃહ જિલ્લામાં પહોંચાડવામાં આવે અને તેમના પરિવારોને સોંપવામાં આવે અને ઘાયલોને યોગ્ય તબીબી સારવાર મળે. ઉત્તરપ્રદેશના દરેક મૃતકના પરિવારને ₹2 લાખની નાણાકીય સહાય પૂરી પાડવાના નિર્દેશ પણ આપ્યા. 

આ પણ વાંચો: Shani Transit: શનિ દેવ ચાલશે ગજબની ચાલ, 20 ઑગષ્ટથી 4 રાશિનું ચમકશે નસીબ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *