કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા હાથ ધરાયેલા અભિયાન હેઠળ પોલીસે પલસાણા અને તેરસાપરા ગામમાં દરોડા પાડીને હાર-જીતનો જુગાર રમતા 16 શખ્સોને ઝડપી પાડ્યા છે. કલોલ તાલુકા પોલીસ મથકના પીઆઈ જે.જે. ગઢવીની સૂચનાથી હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન પોલીસે રોકડ રકમ અને મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 1.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પલસાણા ગામમાંથી જુગાર રમતા 11 શખ્સોને દબોચ્યા
પ્રથમ દરોડામાં, પલસાણા ગામની સીમમાં તળાવ સામે આવેલ ખેતર નજીક ખરાબાની ખુલ્લી જગ્યામાંથી પોલીસે તીનપત્તીનો જુગાર રમતા દિલીપજી ઠાકોર, અશોકજી ઠાકોર, બાબુજી ઠાકોર, સુધીરભાઈ પટેલ સહિત કુલ 11 શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂ. 54,600 રોકડા અને 7 મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 1.34 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તેરસાપરા ગામે 5 શખ્સોને ઝડપી પાડ્યા
બીજા બનાવમાં, કલોલ તાલુકા પોલીસની અન્ય એક ટીમે તેરસાપરા કૂવાની બાજુમાં આવેલા મેલડી માતાના મંદિર પાછળના ખરાબામાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી જુગાર રમતા અશોકજી ઠાકોર, જીગરજી ઉર્ફે ગણેશ ઠાકોર, શૈલેષજી ઠાકોર, રાહુલજી ઠાકોર અને ભાવેશજી ઠાકોરને રૂ. 10,300 ની રોકડ રકમ સાથે ઝડપી લેવાયા હતા. આમ, પોલીસે બંને સ્થળોએથી કુલ રૂ. 1.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો છે.
પલસાણા અને તેરસાપરા ગામે પોલીસના દરોડા:કલોલ તાલુકામાં ચાલતા જુગારના અડ્ડાનો પર્દાફાશ, 16 જુગારીઓ 1.45 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
📅 Published: August 18, 2026 |
📂 Category: gujarati-news
