મહેસાણા LCBએ બે ચોરીનો ભેદ ઉકેલાયો:ઈકો ગાડીમાં મુસાફરોના ખિસ્સા કાપતી સુરતની ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા

📅 Published: August 18, 2026 | 📂 Category: gujarati-news

મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) ની ટીમે વસઈ અને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઈકો ગાડીમાં મુસાફરોને બેસાડી ખિસ્સામાંથી નાણાં સરી લેતી સક્રિય ગેંગના બે શખ્સોને દબોચી લીધા છે. LCB પીઆઈ એ.એમ. કામળિયાના માર્ગદર્શન હેઠળ ડાભલા ચાર રસ્તા પાસેથી ચોરી કરવાની ટેવ ધરાવતા આ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 40 હજારની રોકડ અને બે મોબાઈલ મળીને કુલ રૂ. 50 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતની ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા
ઝડપાયેલા આરોપીઓમાં સુરતના કલીમશેખ રૂકમાનશેખ શેખ (ઉં.વ. 32, રહે. ભેસ્તાન આવાસ) અને આરીફખાન મોહમદખાન પઠાણ (ઉં.વ. 35, રહે. ગોપીતળાવ ગાર્ડન સામે) નો સમાવેશ થાય છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ પોતાના અન્ય એક સાગરીત સફીમહમદ ગુલામરસૂલ મલીક (રહે. કોસંબા, સુરત) સાથે મળીને પોતાની ઈકો ગાડીમાં મુસાફરોને બેસાડી, વાતોમાં ભોળવીને નાણાં ચોરી લેતા હતા. મહેસાણા LCBએ બે ચોરીનો ભેદ ઉકેલાયો
આ ગેંગે 15 દિવસ પહેલાં મહેસાણા-હિંમતનગર રોડ પર મુસાફરના ખિસ્સામાંથી રૂ. 20 હજાર અને એક મહિના પહેલાં પાલાવાસણા-રાધનપુર ચાર રસ્તા રૂટ પરથી રૂ. 50 હજારની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે, જેના ગુના વસઈ અને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. પોલીસે બંને ગુનાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ફરાર ત્રીજા આરોપી સફીમહમદ મલીકની શોધખોળ હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *