Bardoli: સુગર ફેક્ટરીની ચૂંટણીમાં સત્તાધારી સહકાર પેનલનો સફાયો, કિસાન પરિવર્તન પેનલનો ઝળહળતો વિજય

📅 Published: August 18, 2026 | 📂 Category: gujarati-news

એશિયા ખંડની સૌથી મોટી સહકારી ખાંડ ફેક્ટરી તરીકે ખ્યાતિ ધરાવતી બારડોલી સુગર ફેક્ટરીની સામાન્ય ચૂંટણીના પરિણામો સામે આવતાં જ દક્ષિણ ગુજરાતના સહકારી વતુર્ળોમાં સન્નાટો વ્યાપી ગયો છે. વર્ષોથી સંસ્થા પર દબદબો ધરાવતી વર્તમાન ‘સહકાર પેનલ’ નો સભાસદોએ પૂર્ણપણે અસ્વીકાર કરી કારમો પરાજય આપ્યો છે.

બારડોલી સુગર ફેક્ટરીની ચૂંટણીમાં ઉલટફેર

તેની સામે ખેડૂતોના અધિકારો અને સંસ્થાના હિતના મુદ્દાઓ સાથે મેદાનમાં ઉતરેલી ‘કિસાન પરિવર્તન પેનલ’ એ ભવ્ય જીત મેળવીને ઇતિહાસ રચ્યો છે. આ ચૂંટણી પરિણામોમાં સૌથી મોટો રાજકીય ધડાકો એ થયો છે કે ભાજપના સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમાર અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ જેવા દિગ્ગજ નેતાઓને સભાસદોએ હારનો સ્વાદ ચાખાડ્યો છે.

કિસાન પરિવર્તન પેનલ નો ઝળહળતો વિજય

સુગર ફેક્ટરી જેવી શુદ્ધ ખેડૂતલક્ષી સંસ્થામાં વધી રહેલા સીધા રાજકીય પગપેસારા અને પ્રભાવ સામે ખેડૂત સભાસદોમાં ભારે અસંતોષ હતો.પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને ખેડૂતોએ સંસ્થાના ભવિષ્ય અને સાચા વિકાસ માટે ‘કિસાન પરિવર્તન પેનલ’ ના ઉમેદવારોને સ્પષ્ટ જનાદેશ આપ્યો છે.બારડોલી સુગરના આ પરિણામોની સીધી અસર દક્ષિણ ગુજરાતની અન્ય સહકારી મંડળીઓ અને આગામી રાજકીય સમીકરણો પર પડવાની પૂરેપૂરી શક્યતા છે.

આ પણ વાંચો: Ahmedabadના નવરંગપુરામાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગનું દરોડાત્મક ચેકિંગ



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *