Rajkot ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, 4 ગેરકાયદેસર હથિયારો સાથે રીઢો ગુનેગાર માલિયાસણ ચોકડીથી ઝડપાયો

📅 Published: August 18, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અસામાજિક તત્વો અને ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી કરતા ગુનેગારો સામે એક મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે માલિયાસણ ચોકડી નજીક વ્યૂહાત્મક ગોઠવણી કરીને વોચ ગોઠવી હતી. આ ઓપરેશન દરમિયાન પોલીસે ધીરૂ મોહન કુકડીયા નામના રીઢા ગુનેગારને કોર્ડન કરીને ઝડપી લીધો હતો.

ચાર શસ્ત્રો જપ્ત, મધ્યપ્રદેશથી લાવતો હતો હથિયાર

ઝડપાયેલા આરોપી ધીરૂ કુકડીયાની તલાશી લેતા તેની પાસેથી 2 દેશી તમંચા અને 2 દેશી બનાવટની પિસ્તોલ મળીને એકસાથે કુલ 4 ગેરકાયદેસર હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપી આ તમામ જીવલેણ શસ્ત્રો મધ્યપ્રદેશ (MP) થી ખરીદીને રાજકોટમાં સપ્લાય કરવા માટે લાવતો હતો. પોલીસે ચારેય હથિયારો કબ્જે કરીને આગળની કાયદાકીય પ્રોસેસ હાથ ધરી છે.

અગાઉ પણ હથિયારો વેચ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો

પોલીસની સઘન પૂછપરછમાં આરોપીએ એવો પણ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે આ અગાઉ પણ તે વિજય અને રિપલ નામના બે શખ્સોને ગેરકાયદે હથિયારો વેચી ચૂક્યો છે. આ ખુલાસા બાદ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે હથિયારો ખરીદનારા આ બંને શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

આ પણ વાંચો : Junagadhના માંગરોળમાં ખેડૂતોનો હોબાળો, જમીનમાં પથ્થર કાઢવાના સર્વે સામે નોંધાવ્યો વિરોધ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *