સામાન્ય બોલાચાલીની અદાવતમાં કપડાના વેપારી પિતા-પુત્ર પર હુમલો:લોખંડના પાઇપ અને ધોકાથી માર મારનાર ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ

📅 Published: August 18, 2026 | 📂 Category: gujarati-news

ભાવનગરના પીરછલ્લા મેઇન રોડ વિસ્તારમાં માત્ર સામે જોવા બાબતની સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાયેલા શખ્સોએ વેપારીની દુકાને આવી તેમના પુત્ર પર લોખંડના પાઇપ અને ધોકાથી જીવલેણ હુમલો કર્યા હતો, આ અંગે ભોગ બનનાર પિતાએ ત્રણ શખ્સો વિરુદ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. “કેમ મારી સામે જોવે છે?” કહી ગાળો બોલવા લાગ્યો
આ બનાવ અંગે ગંગાજળીયા પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના વાઘાવાડી રોડ પર આવેલા માધવબાગ-1 ખાતે રહેતા અને એમ.જી. રોડ પર મહેતા શેરીમાં “જીગ્નેશ ટ્રેડ” નામે રેડીમેઇડ કપડાનો હોલસેલ વેપાર કરતા રાવલકુમાર પરીયામલ વલરાની ઉ.વ.52 નામના વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજરોજ બપોરના સવા બારેક વાગ્યાના સુમારે તેઓ પોતાની એક્ટિવા લઈને પીરછલ્લા મેઇન રોડ પરથી દુકાને જઈ રહ્યા હતા, આ દરમિયાન મહાવીર લસ્સી સામે રસ્તો સાંકડો હોવાથી એક મોટરસાઇકલ સ્કૂટર ચાલક સામે મળતા બંને વાહનો થોડીવાર માટે ઊભા રહી ગયા હતા. તે વેળાએ વેપારીએ તેની સામે જોતા ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને “કેમ મારી સામે જોવે છે?” કહી ગાળો બોલવા લાગ્યો હતો. જેથી વેપારી ત્યાંથી નીકળીને પોતાની દુકાને પહોંચ્યા હતા અને દુકાન સામે બેઠેલી ગાયોને રોટલી નાખવા ગયા હતા. લોખંડનો પાઇપ લઈને તૂટી પડ્યા
તે સમયે પેલા સ્કૂટર ચાલકે ત્યાં આવીને ફરી ગાળાગાળી શરૂ કરી હતી. આથી દુકાનમાંથી વેપારીનો પુત્ર જીગ્નેશ બહાર આવીને ગાળો બોલવાની ના પાડતા આ શખ્સે પોતાનું નામ આદિલ હોવાનું જણાવી “તમે ઊભા રહો, હું હમણાં આવું છું” કહીને ધમકી આપી ગયો હતો, માત્ર દસેક મિનિટમાં જ પેલો આદિલ અન્ય બે શખ્સો સાથે પરત આવ્યો હતો. જે પૈકી આદિલના હાથમાં લોખંડનો પાઇપ, બીજા શખ્સ પાસે લાકડાનો ધોકો અને ત્રીજા શખ્સ પાસે છરી હતી. ત્રણેયે ભેગા મળીને લાકડાના ધોકા તથા ઢીકાપાટુનો માર માર્યો
ત્રણેય શખ્સોએ આવીને પિતા-પુત્રને ગાળો આપી હતી અને આદિલે ઉશ્કેરાઈને વેપારીના પુત્ર જીગ્નેશના ડાબા હાથે લોખંડનો પાઇપ ફટકાર્યો હતો, આદિલે તેની સાથેના ફૈઝાન અને શોએબ નામના શખ્સોને “મારો આને” કહીને ઉશ્કેરતા, ત્રણેય જણાએ જીગ્નેશને લાકડાના ધોકા તથા ઢીકાપાટુનો માર માર્યો હતો, આ હુમલામાં પુત્ર જીગ્નેશને મૂઢ ઇજાઓ પહોંચી છે, “મારા ચાળા લેવા નય, નકર જીવતા નહીં રહેવા દઉં”
બનાવની જાણ થતા જ આસપાસના દુકાનદારો લોકો દોડી આવ્યા હતા અને વચ્ચે પડીને યુવકને વધુ મારથી બચાવી લીધો હતો. હુમલાખોરો જતા-જતા “મારા ચાળા લેવા નય, નકર જીવતા નહીં રહેવા દઉં” કહીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ પિતા-પુત્ર પોલીસ સ્ટેશન પહોંચીને આદિલ, ફૈઝાન અને શોએબ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *