બાયડ : ઉત્તર ગુજરાત વીજ કંપનીની હિંમતનગર સર્કલ તાબાની તલોદ વિભાગીય કચેરી હેઠળની બાયડ સબ ડિવિઝન કચેરીના મદદનીશ ઇજનેર અરવિંદભાઈ એલ પ્રજાપતિને 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિને મહેસાણા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં યુજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર ગૌરાંગ મકવાણા (આઇએએસ)ના હસ્તે બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ આપી પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે રોબસ્ટ (અંડર ગ્રાઉન્ડ) યોજનાના કરેલા સફળ અમલીકરણ તેમજ ઉત્કૃષ્ઠ અને નિષ્ઠાપૂર્વકની કરેલી કામગીરીની રાજ્ય સરકારે નોંધ લીધી હતી. તેમણે બાયડ યુજીવીસીએલ કચેરીનું ગૌરવ પણ વધાર્યું છે. તેમની આ સિદ્ધિ બદલ જિલ્લાના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
Bayad: બાયડ UGVCLના મદદનીશ ઇજનેરને બેસ્ટ પર્ફોર્મન્સ એવોર્ડ
📅 Published: August 18, 2026 |
📂 Category: gujarati-news
