સપ્તાહ દરમિયાન જુદી જુદી 121 પેઢીઓમાં તપાસ:જિલ્લામાં એનાલોગ ચીઝ સહિત વાસી ખોરાકનો 455 કિલો જથ્થો જપ્ત કરાયો

📅 Published: August 19, 2026 | 📂 Category: gujarati-news

જામનગર જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ગત સપ્તાહે જુદી જુદી 121 પેઢીઓમાં તપાસ કરાઇ હતી.જે દરમિયાન જુદા જુદા સ્થળેથી 55 કિલો જેટલો એનાલોગ પનીર,ચીઝ સહીત અંદાજિક રૂા. 63 હજારથી વધુની કિંમતના જથ્થાનો નાશ કરાયો હતો. રાજય સરકાર દ્વારા એનાલોગ પનીર, એનાલોગ ચીઝ અને એનાલોગ બટરના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ તથા પરિવહન પર મુકાયેલા પ્રતિબંધ અન્વયે જામનગર જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા તા. 6થી 12 ઓગષ્ટ સુધી કુલ 121 પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં 44.02 કિલો એનાલોગ ચીઝ, 4.5 કિલો એનાલોગ પનીર, 6.5 કિલો અખાદ્ય પનીર અને તેમજ અન્ય 400 કિલોગ્રામ વાસી ખોરાક મળી અંદાજીત રૂ. 63,100ની કિંમતના અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે આ અંગેની તપાસ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. જો કોઈ પણ પેઢી કે વેપારી દ્વારા પ્રતિબંધિત એનાલોગ પનીર,એનાલોગ ચીઝ કે એનાલોગ બટરનું ઉત્પાદન, સંગ્રહ,વેચાણ કે પરિવહન કરતા જણાશે તો તેમની સામે કાયદા અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે. એમ પણ જણાવાયુ છે. શહેરમાં ફૂડ શાખાનું ચેકિંગ, બે દિમાં 43 કિલો અખાધ જથ્થાનો નાશ
જામ્યુકોની ફુડ શાખા દ્વારા શહેરમાં એનાલોગ પનીર સહિત મુદદે ચેકીંગ ઝુ઼બેશ યથાવત રાખવામાં આવી છે.જેમાં છેલ્લા બે દિવસમાં ફુડ શાખા દ્વારા જુદી જુદી 10 પેઢીઓમાં તપાસણી દરમિયાન એનાલોગ ચીઝ સહિત બે કિલો પ્રોડકટસ ઉપરાંત અખાધ ખોરાક વગેરે મળી અંદાઝિત 43 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *