Ankleshwar: ઝઘડિયાના શિયાલી ખાતે બર્ફાની બાબાના દર્શન માટે ધસારો

📅 Published: August 19, 2026 | 📂 Category: gujarati-news

અંકલેશ્વર : પવિત્ર શ્રાવણ માસમાં ઝઘડીયા તાલુકાના શીયાલી ગામે આવેલા જ્ઞાનયોગ દર્શન આશ્રામ પરિસરમાં આવેલ અમરનાથ ગુફામાં બરફના શિવલિંગ એટલે કે બર્ફાનિ બાબાના દર્શન માટે ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પ્રથમ સોમવારે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. આ પ્રસંગે જ્ઞાનયોગ આશ્રામના મહંત કૃષ્ણસ્વરૂપ દાસજીએ કહ્યું હતું કે જે લોકો અમરનાથ ખાતે દર્શન કરવા જઇ શક્તા નથી તેવા લોકો શીયાલી ગામે બર્ફાની બાબાના દર્શન કરીને અમરનાથ યાત્રા કરી હોવાનો સંતોષ માની શકે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *