સુરેન્દ્રનગરમાં હિટ એન્ડ રનમાં માતા-પુત્રના મોત:વઢવાણ-લખતર રોડ પર અજાણ્યા વાહને બાઈકને અડફેટે લીધું, તાલુકા પંચાયતનો ટેક્નિકલ આસિસ્ટન્ટ ગંભીર

📅 Published: August 19, 2026 | 📂 Category: gujarati-news

સુરેન્દ્રનગરના વઢવાણ-લખતર રોડ પર પેપર મિલ નજીક એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના બની છે. અજાણ્યા વાહનચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં માતા અને પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે પતિ એવા લખતર તાલુકા પંચાયતના ટેક્નિકલ આસિસ્ટન્ટને ગંભીર હાલતમાં સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયા છે. બાઈક પર જતો પરિવાર અકસ્માતનો ભોગ બન્યો
ગત રાત્રે રવિભાઈ પરમાર, પત્ની દીપિકાબેન પરમાર (ઉં.વ.30) અને પુત્ર સાથે બાઈક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન દેદાદરા ગામ પાસે અજાણ્યા વાહનચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી અને વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આ ભયાનક અકસ્માતમાં દીપિકાબેન અને તેમના પુત્રનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે બાઈક ચાલક રવિભાઈ પરમારને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. બંનેની લાશ પીએમ માટે ખસેડાઈ
ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો અને વઢવાણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે.
અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેક્નિકલ સ્રોતોના આધારે તેની શોધખોળ હાથ ધરી છે. આ અચાનક બનેલી દુર્ઘટનાથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *