કોલકાતાની હોટલમાં ભીષણ આગ, 9 લોકોનાં કરુણ મોત

📅 Published: August 19, 2026 | 📂 Category: India National

બુધવારે વહેલી સવારે કોલકાતાની એક હોટલમાં ભીષણ આગ લાગતાં મોટી દુર્ઘટના સર્જાઈ. હોટલમાં આગ લાગતા 9 લોકોનાં કરુણ મોત થયા છે, જ્યારે 6 અન્ય લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.

કોલકાતાની મિર્ઝા ગાલિબ સ્ટ્રીટ સ્થિત એક હોટલમાં બની

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આગ લાગવાની આ ઘટના કોલકાતાની મિર્ઝા ગાલિબ સ્ટ્રીટ સ્થિત એક હોટલમાં બની હતી. લગભગ 2 વાગ્યે આગ લાગી હતી, ત્યારબાદ આગે તરત જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. આ દુર્ઘટનામાં 9 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. મૃતકો બાંગ્લાદેશના નાગરિકો હતા, જેઓ સારવાર માટે અહીં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે જ્યારે હોટલમાં રોકાયેલા મોટાભાગના લોકો ઊંઘી રહ્યા હતા ત્યારે આગ લાગી હતી. ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ જોઈને હોટલ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી.

ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો

ફાયર વિભાગની ટીમે ભારે મહેનત અને લાંબા પ્રયાસો બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો છે. જોકે, હોટલમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ અને ફોરેન્સિક ટીમે તપાસ શરૂ કરી દીધી છે. અધિકારીઓ ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી રહ્યા છે અને આગની સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.

થોડી જ પળોમાં મચી ગઈ ચીસાચીસ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુધવારે વહેલી સવારે કોલકાતાની મિર્ઝા ગાલિબ સ્ટ્રીટ સ્થિત એક હોટલમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. તે સમયે હોટલમાં રોકાયેલા મોટાભાગના લોકો ગાઢ ઊંઘમાં હતા. આગે થોડી જ ક્ષણોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને હોટલના વિવિધ રૂમોમાં ધુમાડો ભરાવા લાગ્યો. ધુમાડો એટલો ગાઢ હતો કે લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી હતી.

 ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી

આગ અને ધુમાડો ઝડપથી ફેલાતાં હોટલમાં અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી. કેટલાક લોકો કોઈક રીતે હોટલની બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, પરંતુ અનેક લોકો આગ અને ધુમાડાની વચ્ચે ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

બચાવ કામગીરી દરમિયાન ફાયર વિભાગે ચાર ફાયર એન્જિનની મદદથી આગ પર કાબૂ મેળવવાનું અભિયાન શરૂ કર્યું હતું. ટીમે ભારે જહેમત ઉઠાવીને આગને નિયંત્રણમાં લીધી અને હોટલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. હાલમાં પોલીસ અને ફોરેન્સિક ટીમ આગ લાગવાનું કારણ શોધવામાં વ્યસ્ત છે. ઘટનાને લઈને તપાસ હજુ ચાલુ છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *