West Bengal: ઇકબાલની મદદે આવ્યા અનંત અંબાણી, દિવસ રાત તળાવમાં રહેવુ પડે તેવી રહસ્યમયી બીમારી

📅 Published: August 19, 2026 | 📂 Category: India National

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદનો એક કિશોર હાલમાં ચર્ચામાં છે કારણ છે તેની રહસ્યમયી બીમારી. તેના પરિવારના જણાવ્યા મુજબ તે કિશોર પાણીની બહાર રહી શકતો નથી. તે પાણીમાંથી બહાર નીકળે કે તરત જ તેના શરીરમાં તીવ્ર બળતરા થતી. ત્યારે આ બાળકની મદદે ઉદ્યોગપતિ અનંત અંબાણી આવ્યા છે. 

અનંત અંબાણી આવ્યા મદદે 

પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે ઉદ્યોગપતિ અનંત અંબાણીએ મદદ કરી અને છોકરાને સારવાર માટે મુંબઈ લાવવામાં આવ્યો. આ કિશોરનું નામ ઇકબાલ છે. તે તેના પરિવાર સાથે મુર્શિદાબાદમાં રહે છે. પરિવારના જણાવ્યા મુજબ, તે સવારથી મોડી રાત સુધી તળાવમાં ડૂબેલો રહેતો. ક્યારેક તે એક તળાવથી બીજા તળાવમાં પણ જતો રહે છે.  આવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે બાદ ઇકબાલની સ્થિતિએ નોંધપાત્ર ધ્યાન ખેંચ્યું. વીડિયોમાં તે તળાવના પાણીમાં બેસીને નાસ્તો ખાતો જોવા મળ્યો. વીડિયો વાયરલ થયા પછી લોકોએ તેની અસામાન્ય સ્થિતિની નોંધ લીધી, અને તબીબી નિષ્ણાતોએ પણ આ બાબતને ગંભીરતાથી જોવાનું શરૂ કર્યું.

પાણીની અંદર જ રહેતો ઇકબાલ 

ANI ના અહેવાલ મુજબ, ઇકબાલે કથિત રીતે કહ્યું હતું કે તેને એવું લાગ્યું કે કોઈ અલૌકિક શક્તિએ તેના પર કબજો કરી લીધો છે. આ જ કારણ હતું કે તે લાંબા સમય સુધી પાણીની અંદર રહેતો હતો.ANI ના અહેવાલ મુજબ, કેસ વિશે જાણ્યા પછી અનંત અંબાણી મદદ માટે આગળ આવ્યા. ત્યારબાદ, ઇકબાલને પશ્ચિમ બંગાળથી મુંબઈ એરલિફ્ટ કરવામાં આવ્યો. તેને સર HN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરાયો છે.  જ્યાં ડોકટરો તેની સ્થિતિની વિગતવાર તપાસ કરી રહ્યા છે અને વિશેષ સારવાર આપી રહ્યા છે.

સવારથી મોડી રાત સુધી તળાવમાં રહે- ઇકબાલના માતા પિતા 

ઇકબાલના માતાપિતાએ ANI ને જણાવ્યું હતું કે તેઓ તેમને અગાઉ હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. લાંબા ગાળાની સારવારનો ખર્ચ ઉઠાવવો પણ પરિવાર માટે મુશ્કેલ હતો. પરિણામે, તેઓએ મદદ માટે અપીલ કરી. ઇકબાલના ગામ અને આસપાસના વિસ્તારના લોકો પણ તેમની સ્થિતિ અંગે ચિંતિત હતા. સવારથી મોડી રાત સુધી તેઓ વારંવાર તળાવમાં જોવા મળતો હતો. એક જળાશયથી બીજા જળાશયમાં જવાની તેમની આદત પણ સ્થાનિકોમાં ચિંતાનું કારણ બની ગઈ હતી.

ડોક્ટર્સ પણ આવી બીમારી જોઇને ચોંક્યા 

ડોકટરોએ ચેતવણી પણ આપી છે કે લાંબા સમય સુધી પાણીમાં રહેવાથી, વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. SSKM હોસ્પિટલના એક ત્વચારોગ વિજ્ઞાનીએ ANI ને જણાવ્યું હતું કે પાણીમાં લાંબા સમય સુધી રહેવાથી ત્વચા પર ફોલ્લીઓ થઈ શકે છે. આ સ્થિતિ ત્વચાને સફેદ, નરમ અને નાજુક બનાવે છે, જેના કારણે બળતરા, તિરાડ અને ચેપનું જોખમ વધે છે. અન્ય એક ત્વચારોગ વિજ્ઞાનીએ નોંધ્યું કે ત્વચાને સતત ભીની રાખવાથી ફંગલ અને બેક્ટેરિયલ ચેપ થવાની શક્યતા વધી શકે છે. ડોક્ટરોએ ઇકબાલ માટે યોગ્ય તબીબી તપાસની જરૂરિયાત પર ભાર મૂક્યો અને તેમને તળાવમાં લાંબા સમય સુધી વિતાવવાનું ટાળવાની સલાહ આપી.

ડોક્ટર્સ શોધી રહ્યા છે કારણ 

ઇકબાલ હવે મુંબઈમાં તબીબી દેખરેખ હેઠળ છે, જ્યાં સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના નિષ્ણાતો તેની સ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે. તપાસ પછી જ સ્પષ્ટ થશે કે તેને પાણીમાં રહેવાની આટલી તીવ્ર ઇચ્છા કેમ છે અને બહાર નીકળતી વખતે તીવ્ર બળતરાનો અનુભવ કેમ થાય છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *