Bharuch : બનાવટી મેરેજ સર્ટિફિકેટ બનાવી શિક્ષકની દીકરીને ભગાવી જનાર કરજણના યુવક સામે ફરિયાદ

📅 Published: August 19, 2026 | 📂 Category: gujarati-news

ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ મથકે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શિક્ષક તરીકે ફરજ બજાવતા પિતાની 24 વર્ષીય પુત્રીને પ્રેમજાળમાં ફસાવી, ભગાવી ગયા બાદ લગ્નનું બનાવટી (બોગસ) સર્ટિફિકેટ રજૂ કરનાર કરજણના યુવક સામે પોલીસે છેતરપિંડી અને કૂટદસ્તાવેજની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

યુવતીએ યુવક સાથે લગ્ન કરી લીધા

મળતી વિગતો અનુસાર, જંબુસરના વતની અને શિક્ષકની પુત્રી વડોદરાની હોસ્પિટલમાં નોકરી કરતી હતી. ગત તા. 7 મે 2026ના રોજ યુવતીએ ઘરે ફોન કરીને પોતે ‘કોર્ટ મેરેજ’ કરી લીધા હોવાનું જણાવ્યું હતું અને સાથે ઘરેથી 6 તોલા સોનાનો હાર પણ લઈ ગઈ હતી. આ અંગે પરિવારે વડોદરા ગોત્રી પોલીસ મથકે ગુમ થવાની ફરિયાદ અને જંબુસર પોલીસ મથકે અરજી આપી હતી.

ફેઝલ મજીદ દિવાન નામના યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી

પોલીસ તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે કરજણ તાલુકાના ક્રિયા ગામના ફેઝલ મજીદ દિવાન નામના યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં ફેઝલના મામાએ જંબુસર પોલીસ સ્ટેશનમાં લગ્નનું મેરેજ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. 

આવી કોઈ લગ્ન નોંધણી થઈ ના હોવાનો ઘટસ્ફોટ

જોકે, ફરિયાદી પિતાએ વડોદરા સ્થિત સબ-રજિસ્ટ્રાર કચેરીએ જઈ ખરાઈ કરતાં અધિકારીએ લેખિતમાં સ્પષ્ટ કર્યું હતું કે, આવી કોઈ લગ્ન નોંધણી થઈ નથી અને સર્ટિફિકેટ સંપૂર્ણપણે બનાવટી છે.

આરોપી ફેઝલ સામે ફરિયાદ

જંબુસર પોલીસે પિતાની ફરિયાદના આધારે આરોપી ફેઝલ મજીદ દિવાન સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. 

આ પણ વાંચો :    Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *