Mehsana: શું તમે પણ ખાઓ છો જલારામ ગાંઠિયા રથમાંથી ગાંઠિયા? તો ચેતી જજો નહીંતર…

📅 Published: August 19, 2026 | 📂 Category: gujarati-news

Mehsana: મહેસાણાના ફતેપુરા બાયપાસ પર હાઈવેને અડીને આવેલા જાણીતા ‘જલારામ ગાંઠિયા રથ’ ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસ દરમિયાન ગાંઠિયા રથ કોઈ માન્ય ફૂડ લાયસન્સ વગર ધમધમતો હોવાનું સામે આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર ફૂડ વિભાગની ટીમે અચાનક ફતેપુરા બાયપાસ પર લાયસન્સ વગર ધમધમતો ‘જલારામ ગાંઠિયા રથ’ પર દરોડા પાડ્યા હતા. ત્યારે ફુડ વિભાગે સ્થળ પર પહોંચીને જરૂરી દસ્તાવેજો તેમજ ફૂડ સેફ્ટી સંબંધિત સુવિધાઓની તપાસ કરી હતી. પરંતુ સંચાલક પાસે જરૂરી લાયસન્સ ઉપલબ્ધ ન હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

નોંધનીય છે કે, ફતેપુરા બાયપાસ હાઈવે પર આવેલો હોવાથી અહીં દરરોજ મોટી સંખ્યામાં સ્થાનિકો તેમજ હાઈવે પરથી પસાર થતા મુસાફરો નાસ્તો કરવા માટે રોકાતા હોય છે. આવી સ્થિતિમાં ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન ન થતું હોવાનો મામલો સામે આવતા તંત્ર દ્વારા તાબડતોડ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 

જોકે, ફૂડ વિભાગની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. લાયસન્સ વિના ખાદ્ય વ્યવસાય ચલાવવાના મામલે વિભાગ દ્વારા નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: Vadodara: નશામાં ધૂત કારચાલકે દંપતીને અડફેટે લીધા, કારમાંથી ઉતરી દાદાગીરી કરી તો ચખાડ્યો મેથીપાક!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *