Vadodara: નશામાં ધૂત કારચાલકે દંપતીને અડફેટે લીધા, કારમાંથી ઉતરી દાદાગીરી કરી તો ચખાડ્યો મેથીપાક!

📅 Published: August 19, 2026 | 📂 Category: gujarati-news

Vadodara: રાજ્યભરમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે વડોદરાના અક્ષરચોક પાસે એક આવી જ ઘટના સામે આવી છે. નશામાં ધૂત કારચાલકે મોપેડ સવાર દંપતીને અક્ષરચોક પાસે અડફેટે લીધા હતા. જોકે, લોકોએ કારચાલકને મેથીપાક ચખાડ્યો હતો અને કારચાલક કાર મુકીને ફરાર થઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર વડોદરાના અક્ષરચોક પાસે નશામાં ધૂત કારચાલકે મોપેડ સવાર દંપતીને અડફેટે લીધા હતા અને અકસ્માત બાદ કારમાંથી ઉતરી કારચાલકે દાદાગીરી કરી હતી. જે બાદ લોકોએ તે ઇસમને મેથીપાક ચખાડ્યો હતો. જોકે, લોકોનો રોષ જોઈ કારચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો. 

નોંધનીય છે કે, પોલીસે જે.પી. રોડ પર એક ઈસમની અટકાયત કરી હતી. પરંતુ ફરાર કારચાલકની શોધખોળ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે, દંપતીએ આક્ષેપ કર્યો હતો કે, કારમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચો:  Gir Somnathમાં તંત્રનું મેગા ડિમોલિશન : સોમનાથ મંદિર નજીક ચાર દુકાનો,રહેણાક મકાન,ધાર્મિક સ્થળનું ડિમોલિશન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *