Nitin Patelનો ધડાકો: “હું રોહન ગુપ્તાને ઓળખતો નથી, આ 4માંથી 3 નેતાઓ મારા અંગત” Video

📅 Published: August 19, 2026 | 📂 Category: Ahmedabad

તાજેતરમાં ગુજરાત ભાજપના 4 નેતાઓને કેન્દ્રીય ભાજપના સંગઠનમાં મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. આ નેતાઓની નિમણૂક બાદ ભાજપના નેતાઓ અને કાર્યકરોએ તેમને અભિનંદન આપતી પોસ્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. જો કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ 4 નેતાઓમાંથી માત્ર 3 નેતાઓને જ સોશિયલ મીડિયામાં અભિનંદન આપ્યા હતા અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રોહન ગુપ્તાની કેન્દ્રીય સંગઠનમાં નિમણૂક થઇ હોવા છતાં તેમને અભિનંદન પાઠવ્યા ન હતા જેના કારણે ભારે રાજકીય વિવાદ સર્જાયો હતો

તેઓ સોશિયલ મીડિયામાં અવારનવાર પોસ્ટ મુકતા રહે છે 

આ બાબતે આજે સોશિયલ મીડિયા પર મૂકેલી એક પોસ્ટને લઈને ચાલતી ચર્ચા અંગે નીતિન પટેલે પોતાનું નવું નિવેદન આપ્યું છે. તેમણે ખુલાસો કરતા જણાવ્યું છે કે તેઓ સોશિયલ મીડિયામાં અવારનવાર પોસ્ટ મુકતા રહે છે અને લોકો તેની નીચે કોમેન્ટમાં પોતાના વિચારો રજૂ કરતા હોય છે.

Nitin Patel Statement: Unfamiliar with Rohan Gupta, Knows 3 Leaders Personally

આ 4 માંથી 3 હોદ્દેદારો તેમના ખૂબ જ જાણીતા અને અંગત 

કેન્દ્રીય નેતૃત્વ દ્વારા તાજેતરમાં ભાજપની નવી ટીમની રચના કરીને તેની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાંથી 4 હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. આ હોદ્દેદારો અંગે નીતિન પટેલે જણાવ્યું કે આ 4 માંથી 3 હોદ્દેદારો તેમના ખૂબ જ જાણીતા અને અંગત છે. તેમણે કહ્યું કે જગદીશ પટેલ તેમના મિત્ર અને સહયોગી છે. વર્ષાબેન દોશી મહેસાણાના પ્રભારી રહી ચૂક્યા છે અને વિધાનસભામાં તેમની સાથે ધારાસભ્ય તરીકે કાર્ય કરી ચૂક્યા છે. જ્યારે હેમાંગ જોશી પણ વડોદરાના સાંસદ છે, જેઓ તેમના પરિચયમાં છે.

  

રોહન ગુપ્તાને અભિનંદન ન આપવા અંગે સ્પષ્ટતા

રોહન ગુપ્તાને અભિનંદન ન પાઠવવા અંગે ચાલતી ચર્ચાઓ પર વિરામ મુકતા નીતિન પટેલે સ્પષ્ટ કર્યું કે, “હું રોહન ગુપ્તાને આજ સેકન્ડ સુધી ક્યારેય મળ્યો નથી અને તેમને ઓળખતો પણ નથી. સામાન્ય રીતે આપણે જાણીતા અને પરિચિત લોકોને જ અભિનંદન પાઠવતા હોઈએ છીએ. જેમ આપણા ઘરે કોઈ પ્રસંગ હોય ત્યારે પરિચિત લોકોને જ આમંત્રણ આપીએ છીએ, તેવી જ આ બાબત છે.”

રોહન ગુપ્તાને ક્યારેય મળવાનું થયું નથી

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કોંગ્રેસમાં રહેલા પણ અનેક નેતાઓ-લોકોને તેઓ પ્રસંગોપાત મળતા રહે છે, પરંતુ રોહન ગુપ્તાને ક્યારેય મળવાનું થયું નથી. 

આ પણ વાંચો  :   Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *