Shehzad Poonawalla Resigns: હું એક શરતે કોંગ્રેસમાં જોડાવ…રાજીનામા બાદ શહેજાદ પૂનાવાલાએ કરી મોટી વાત

📅 Published: August 19, 2026 | 📂 Category: India National

શહેઝાદ પૂનાવાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું છે. જે બાદ તેઓ કોઇને કોઇ બાબતે ચર્ચામાં રહે છે. ત્યારે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેમણે રાજીનામુ આપવાનું કારણ તથા કોંગ્રેસમાં જોડાવાની અટકળો અંગે કેટલીક મહત્વની વાત કરી છે. 

રાજકીય પક્ષો કાર્યકરોને પગાર નથી આપતા- શહેજાદ પૂનાવાલા 

શહેજાદ પૂનાવાલાએ એક સમાચાર ચેનલ  સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજકીય પક્ષો તેમના કાર્યકરોને પગાર આપતા નથી. તેમણે કહ્યું, “મારે ભાડું ચૂકવવું પડે છે. મારા મકાનમાલિક મને ફક્ત એટલા માટે મફતમાં ઘર આપવાના નથી કારણ કે હું ભાજપ સાથે છું. મારે મહિનાની પહેલી તારીખે ભાડું  ચૂકવવુ પડે છે.  રાજકીય પક્ષો તેમના કાર્યકરોને પગાર આપતા નથી.”

ભાજપનું કામ કાર્યકરને રોજગાર આપવાનું નથી- શહેજાદ પૂનાવાલા 

તેમણે ટિપ્પણી કરી હતી કે  ભાજપનું કામ મને કે અન્ય કોઈ કાર્યકરને રોજગાર આપવાનું નથી. જ્યારે તમે રાજકીય ચળવળમાં જોડાઓ છો, ત્યારે તે નોકરી નથી. તમે કાર્યકર બનો છો કારણ કે તમને વિચારધારા, વ્યક્તિ ગમે છે અથવા સંગઠન પ્રત્યે લગાવ છે.  આ ત્રણેય પરિબળો મને લાગુ પડે છે..  તેમણે વધુમા ંકહ્યું કે  રાજીનામું આપવાનો તેમનો નિર્ણય અચાનક ન હતો.  2024થી તેના પર વિચાર કરી રહ્યા હતા. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે જ્યારે તેઓ ભાજપ છોડવાનું વિચારી રહ્યા હતા ત્યારે ઘણા નેતાઓએ તેમનો સંપર્ક કર્યો હતો. 

એક શરત પર કોંગ્રેસમાં જોડાઇશ- શહેજાદ પૂનાવાલા 

આ વાતચીત દરમિયાન તેમણે કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો, જોકે તેમણે કેટલીક શરતો મૂકી હતી. તેમણે કહ્યું, “હું એક શરતે કોંગ્રેસમાં જોડાઈશ,  રાહુલ ગાંધીને હટાવો, સોનિયા ગાંધી અને પ્રિયંકા વાડ્રાને હટાવો, અને નેહરુના કાર્યો માટે માફી માંગો.” નોંધનીય છે કે તેમણે 2021 માં ભાજપમાં જોડાવા માટે કોંગ્રેસ છોડી દીધી હતી.

ભાજપ ભારતની શ્રેષ્ઠ પાર્ટી 

તેમણે ખાતરી આપી કે, વૈચારિક રીતે, તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉભા રહેશે. તેમણે કહ્યું, “હું રાહુલ ગાંધી જેવો ભવિષ્યવેત્તા નથી, પણ હું એટલું કહી શકું છું કે આ દેશમાં ક્યારેય વડા પ્રધાન મોદી કરતાં મોટો કોઈ નેતા નહોતો થયો અને ક્યારેય નહીં હોય. અને વિશ્વના સૌથી મોટા લોકશાહી પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે સેવા આપ્યા પછી, શું તમને લાગે છે કે હું કોઈ અન્ય પક્ષમાં જોડાઈશ? હાલમાં, ભાજપ ભારતની શ્રેષ્ઠ પાર્ટી છે.”


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *