સોમવારના દિવસે ગોરખપુરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. ગોરખપુર સ્ટેશને અચાનક ૧૦૦ કિમી/કલાકની ઝડપે દોડતી વૈશાલી એક્સપ્રેસના પૈડાં બંધ થઈ ગયા. 59 વર્ષીય ગાર્ડના કારણે ગોરખપુરમાં ટ્રેન એક કલાકથી વધુ સમય સુધી ઉભી રાખવામાં આવી હતી. ટ્રેન ચાલુ ના થતા આખરે મુસાફરો ચિંતિત થયા અને તપાસ કરવા લાગ્યા કે આખરે કારણ શું છે. ત્યારે સામે આવ્યું કે 59 વર્ષીય ગાર્ડે તેમની ખુરશીના મળવાના કારણે ગોરખપુરમાં ટ્રેન ઉભી રાખી.
ગાર્ડનો ટ્રેન શરૂ કરવાનો ઇનકાર
ગોરખપુર રેલ્વે સ્ટેશન પર ગાર્ડ કારમાં બેસવા માટે ખુરશી (સીટ) ન હોવાના કારણે ગાર્ડે વૈશાલી એક્સપ્રેસ ટ્રેન આગળ લઈ જવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. અધિકારીઓની લાંબી સમજાવટ અને દેવરિયા સ્ટેશન પર બેઠક વ્યવસ્થા કરી આપવાની ખાતરી બાદ આખરે ટ્રેન ૩૮ મિનિટ મોડી રવાના થઈ શકી હતી.
“કોઈ રસ્તો નથી, સલામતી પહેલા” ગાર્ડ અડગ રહ્યા
૧૮ ઓગસ્ટના રોજ નવી દિલ્હીથી લલિતગ્રામ જતી વૈશાલી એક્સપ્રેસ (૧૫૫૬૬) સવારે ૯:૪૭ વાગ્યે ગોરખપુર સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૨ પર આવી પહોંચી હતી. ચાર્જ સંભાળવા પહોંચેલા ગાર્ડ રામાશીષ દાસે ગાર્ડ કારમાં તૂટેલી ખુરશી જોઈ આગળ વધવાનો ઇનકાર કર્યો. ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેનમાં ૮ કલાકની કઠિન ફરજ દરમિયાન બેસવા માટે નિશ્ચિત જગ્યા ન હોવાથી તેમણે વિરોધ નોંધાવ્યો. જ્યારે અધિકારીઓએ તેમને જેમ-તેમ કરીને નીકળી જવા કહ્યું, ત્યારે દાસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “કોઈ રસ્તો નથી, સલામતી પહેલા.”
ટૂલબોક્સ પર બેસીને મુસાફરી કરવા મજબૂર
લખનૌથી ગોરખપુર સુધી લાવનાર ગાર્ડે પોતાના ટૂલબોક્સ પર બેસીને મુસાફરી કરી હતી. પરંતુ ગોરખપુરથી બરૌની સુધી ચાર્જ લેનાર ગાર્ડ પાસે ટ્રોલી બેગ હોવાથી તેમની પાસે બોક્સ પર બેસવાનો વિકલ્પ પણ નહોતો. સ્ટેશન મેનેજમેન્ટ તરફથી તાત્કાલિક ઉકેલ ન મળતાં તેમણે ઉભા રહીને મુસાફરી કરવાની ના પાડી દીધી, જેના કારણે વારાણસીથી સોનપુર રેલ્વે ડિવિઝન સુધી ધમાલ મચી ગઈ હતી.
મેમો આપ્યા બાદ ટ્રેન ઉપડી, દેવરિયામાં મળ્યું ટેબલ
રેલ્વે અધિકારીઓની સમજાવટ બાદ ગાર્ડે સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટને એક લેખિત મેમો આપ્યો. તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું કે ખુરશીના અભાવે ટ્રેન મોડી પડી છે અને તેઓ ખુરશી વગર આગળ નહીં વધે. ત્યારબાદ ટ્રેન રવાના કરવામાં આવી અને આગળ દેવરિયા રેલ્વે સ્ટેશને તેમને એક નાનું ટેબલ બેસવા માટે પૂરું પાડવામાં આવ્યું હતું.
CPRO ની સ્પષ્ટતા અને તપાસ
મુખ્ય જનસંપર્ક અધિકારી (CPRO) સુમિત કુમારે જણાવ્યું કે વૈશાલી એક્સપ્રેસ ECR ની ટ્રેન છે અને ગાર્ડ કારમાં જ બિલ્ટ-ઇન ખુરશી હોય છે, અલગથી સ્ટૂલ મૂકવાની જોગવાઈ હોતી નથી. દિલ્હીથી લખનૌ સુધી કોઈને સમસ્યા ન થઈ. હાલમાં લખનૌ ડિવિઝને આગળની સત્તાવાર કાર્યવાહી માટે સોનપુર ડિવિઝનને પત્ર લખ્યો છે.
