ભાજપ નેતાનો ફરી બફાટ, એડવોકેટ એસો.ના પ્રમુખને કૂતરા સાથે સરખાવ્યા:મુકેશ ગુજરાતીએ લખ્યું – 'પગ નીચે કચડી નાંખીશ', યતીન ઓઝાનો જવાબ- 'હું તેના જેવો નિમ્ન નથી'

📅 Published: August 19, 2026 | 📂 Category: gujarati-news

પ્રદેશ ભાજપ નેતા મુકેશ ગુજરાતીએ ફેસબુક પોસ્ટ કરી હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝા સામે વિવાદિત ટીપ્પણી કરતા મામલો ફરી ગરમાયો છે. મુકેશ ગુજરાતીએ આ પહેલા સુરત SOGના ડીસીપી નકુમ સામે હાઈકોર્ટ કરેલી કાર્યવાહીથી નારાજ થઈ જજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ વકીલ એસોસિએશને તાકીદની બેઠક બોલાવી મુકેશ ગુજરાતીની ટીપ્પણી વખોડી અને તેમના પદ પરથી દૂર કરવા ભાજપ હાઈકમાન્ડને રજૂઆત કરવા નિર્ણય કર્યો. આ મામલો હજી તો શાંત પણ નથી પડ્યો ત્યાં જ મુકેશ ગુજરાતીએ ફેસબુક પર પોસ્ટ કરી આડકતરી રીતે યતીન ઓઝાની ખહુરિયા કૂતરા સાથે સરખામણી કરી દેતા વિવાદ થયો. જો કે, યતીન ઓઝાએ કહ્યું કે, હું કોઈ પાર્ટી સાથે સંકળાયેલો નથી. મારે તેને જવાબ આપી મોટો કરવો નથી. તેની સામે કોર્ટમાં જ પગલાં લેવાશે. ‘કોંગ્રેસી ખહુરિયું કૂતરું છે, ભસવા દેવાનું…’
ડીસીપી નકુમના કેસને લઈ હાઈકોર્ટના જજ પર મુકેશ ગુજરાતીએ કરેલી ટીપ્પણી સામે ગુજરાત હાઈકોર્ટ વકીલ એસોસિએશને કાર્યવાહી માંગ કરી હતી. વકીલોની બેઠકમાં પ્રમુખ યતીન ઓઝાએ મુકેશ ગુજરાતીની પોસ્ટને વખોડી હતી. જેની સામે હવે મુકેશ ગુજરાતીએ બે અલગ અલગ પોસ્ટ કરી આડકતરી રીતે યતીન ઓઝા પર પ્રહાર કર્યા. મારે તેનું નામ લઈને તેને મોટો નથી કરવો- યતીન ઓઝા
મુકેશ ગુજરાતીની પોસ્ટ મુદ્દે યતીન ઓઝાએ ભાસ્કર સાથેની વાતચીમાં જણાવ્યું કે, હું તેના જેટલો નિમ્ન કક્ષાનો માણસ નથી. હું કોઈ પાર્ટી સાથે સંકળાયેલો નથી. મારે તેને જવાબ આપીને મોટો કરવો નથી. તેને ન્યાયતંત્રની ગરીમા પર હુમલો કર્યો એટલે અમારે કાર્યવાહી કરવા ઠરાવ કરવો પડ્યો. તેની સામે કોર્ટમાં જ પગલાં લેવાશે. ‘ભાજપ નેતા મુકેશ ગુજરાતીમાં HCના પટાવાળાની પણ લાયકાત નહીં’ સુરતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અલગ અલગ વિવાદોમાં રહેલા ડીસીપી રાજદીપસિંહ નકુમ સામેની એક સુનાવણીમાં હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. જે ગુજરાત ભાજપ પ્રદેશ બુથ મેનેજમેન્ટ સેલના સંયોજક મુકેશ ગુજરાતીને પસંદ ન પડતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું હતું કે, ‘જજને વહીવટનો કીડો હોય તો તે પણ એકવાર ચૂંટણી મેદાનમાં આવે, જનતા શું ઈચ્છે છે તે ખબર પડી જશે.’ ભાજપ નેતાની આ હરકતને લઈ ગુજરાત હાઈકોર્ટ વકીલ એસોસિએશન મેદાનમાં આવ્યું છે. તાકીદની બેઠક બોલાવી મુકેશ ગુજરાતીના નિવેદનને વખોડવામાં આવ્યું. ગુજરાતીને તેના પદ પરથી દૂર કરવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને રજૂઆત કરવા નિર્ણય કરાયો. હાઈકોર્ટ દ્વારા રાજદીપસિંહ નકુમ સામે દાખલ થયેલ સુઓ મોટો અરજીમાં ઈન્ટરવેન્શન અરજી દાખલ કરાશે. (સંપૂર્ણ સમાચાર વાંચો)


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *