લઠ્ઠાકાંડમાં ઘટસ્ફોટ, દારૂની ફોર્મ્યુલા આપનાર 'ડોક્ટર'નું જ મોત:શિક્ષકનું ઘરમાં લોહીની ઉલટી કરીને મોત, રોયલ સ્ટેગની બોટલ મળી; ભાવનગરમાં નકલી દારૂએ 7નો જીવ લીધો

📅 Published: August 19, 2026 | 📂 Category: gujarati-news

ભાવનગરના લઠ્ઠાકાંડમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી 7 લોકોના મોત થયા છે, જ્યારે 18 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. 19 ઓગસ્ટની રાત્રે શહેરના ગાંધી કોલોની સામે ગિલ્બર્ટ એપાર્ટમેન્ટના બીજા માળેથી સોનગઢની સરકારી સ્કૂલના શિક્ષક હિતેશ પરમારની શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી. ઘરના રસોડામાં રોયલ સ્ટેગની અડધી ભરેલી બોટલ પણ પોલીસે જપ્ત કરી છે. કાળિયાબીડ વિસ્તારમાં ભગવતી સર્કલ પાસે રહેતા 35 વર્ષીય યુવક જયેશ જીતેન્દ્રભાઈ ભટ્ટીનું મોત નિપજ્યું છે. પરિણિત એવા જયેશભાઈને સંતાનમાં આઠ વર્ષનો એક દીકરો અને ચાર વર્ષની એક દીકરી છે. બુટલેગર ગૌતમ સોલંકીએ દારૂ બનાવવા માટે મધ્યપ્રદેશથી ગેંગ બોલાવી હતી. તમામ આરોપીઓએ ભેગા મળી ત્રણ તબક્કામાં દારૂ બનાવ્યો હતો. જેના માટે મિથેનોલ અને રો-મટીરીયલ અમદાવાદથી ખરીદ્યું હતું. ભાવનગર પોલીસે ગૌતમ સોલંકી સહિત 21 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. જોકે, આ નકલી દારૂની ફોર્મ્યુલા આપનાર ‘ડોક્ટર’નું તે જ દારૂથી મોત નિપજ્યું છે. આ સમાચાર પણ વાંચો: લઠ્ઠાકાંડમાં ભાવનગરના મુખ્ય બુટલેગર ગૌતમ સહિત 21 સામે FIR ગૌતમ સોલંકીના ઘરે આ મિથેનોલયુક્ત દારૂ તૈયાર કર્યો
ગૌતમ સોલંકી અને ઉજ્જૈનના રઇસ નામના શખ્સે ભેગા મળી અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી મિથેનોલ, વ્હાઈટ લિક્વિડ મટિરિયલ, ખાલી બોટલો, ઢાંકણાં અને રોયલ સ્ટેગના સ્ટીકરો ખરીદીને ટ્રાન્સપોર્ટથી વરતેજ લાવ્યા હતા. દારૂ બનાવવા માટે ખાસ ઉજ્જૈનથી નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડોક્ટરને બોલાવવામાં આવ્યો હતો. જેણે સારસ, ગણેશ અને અમન સાથે મળી ગૌતમ સોલંકીના ઘરે આ મિથેનોલયુક્ત દારૂ તૈયાર કર્યો હતો. આરોપીઓએ ત્રણ તબક્કામાં દારૂ બનાવ્યો હતો
પહેલા પ્રયાસમાં 51 પેટી દારૂ તૈયાર કરી ગૌતમ અને તેના સાળાએ વેચી દીધો હતો. બીજી વખત બનાવેલો દારૂ અત્યંત ખરાબ બનતાં તેનો સ્થળ પર જ નાશ કરી દેવાયો હતો. ત્રીજી વખત 25 પેટી દારૂ બનાવીને ભાવનગર અને આસપાસના ગામડાઓમાં છૂટક વેચાણ માટે મોકલ્યો હતો, જેમાં સંજય ચાવડા નામના શખ્સને વેચેલી 36 પેટીઓ નીલમબાગ પોલીસે દરોડો પાડીને કબજે કરી હતી. ઝેરી દારૂ બનાવનારનું જ કરૂણ મોત
મિથેનોલયુક્ત આ ઝેરી દારૂ બનાવનાર નરેન્દ્રસિંહ યાદવે પણ પોતે બનાવેલા દારૂનું સેવન કર્યું હતું. બીજા જ દિવસે તબિયત લથડતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આ રીતે નિર્દોષ લોકો માટે તૈયાર કરાયેલો ઝેરી દારૂ ખુદ બનાવનાર માટે પણ કાળ સાબિત થયો હતો. મિથેનોલનું કેટલું પ્રમાણ જોખમી હોય છે?
મિથેનોલનાં વધુ પ્રમાણથી દારૂ ટોક્સિક બની જાય છે. ત્યારબાદ મિથેનોલ જ્યારે શરીરમાં મેટાબોલાઇઝ થાય તો તે ફાર્મેલ્ડિહાઇડ બનાવે છે અને પછી ફોર્મિક એસિડ બની જાય છે, જે ઝેર છે. આ શરીરમાં જતાં જ મગજ અને આંખને પહેલાં અસર કરે છે. ત્યારબાદ શરીરના બીજો અંગો કામ કરવાનું બંધ થઈ જાય છે અને વ્યક્તિ મરી જાય છે.15થી 500 ml સુધીનું પ્રમાણ લેવા પર વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. બરવાળા લઠ્ઠાકાંડ
4 વર્ષ પહેલાં ઝેરી કેમિકલ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ 12 જણાં મૃત્યુ પામ્યા હતા જ્યારે રાણપુર તાલુકાના 8 લોકો નશો કરવા જતાં મૃત્યુના મુખમાં ધકેલાયા હતા. લઠ્ઠાકાંડના મૃતકોમાં 2 મહિલા પણ હતી. ઝેરી દારુના કારણે 48 કલાકમાં 57 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *