અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના મધ્ય ઝોન દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને ફૂટપાથ પર થતા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી છે. એસ્ટેટ અને નગર વિકાસ ખાતાની ટીમ દ્વારા તારીખ 18 ઓગસ્ટ 2026 ના રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં કડક દબાણ હટાવો ડ્રાઇવ યોજવામાં આવી હતી.
જેમાં શાહીબાગ વિસ્તારમાં ઘેવર સર્કલથી મહાકાળી બ્રિજ સુધી રાજસ્થાન હોસ્પિટલ રોડ ના મુખ્ય માર્ગો તેમજ ફૂટપાથ પરથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. શાહીબાગ પોલીસ સ્ટાફ્, દબાણ સ્ટાફ્, દબાણ ગાડી અને ખાનગી મજૂરોની મદદથી હાથ ધરાયેલી આ ઝુંબેશ દરમિયાન 13 લારીઓ અને 165 અન્ય સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે આ ઉપરાંત,અસારવામાં રામદેવ ઉદ્યાન, ઘંટી ટેકરાની આસપાસના વિસ્તારો તેમજ અન્ય મુખ્ય માર્ગો પરથી ગેરકાયદેસર દબાણો હટાવાયા હતા. તેમજ ખાડિયાના માણેકચોક અને બાદશાહના હજીરાની અંદરના ભાગેથી દબાણ શાખાની ટીમ દ્વારા 7 લારીઓ તથા 75 જેટલો અન્ય સામાન જપ્ત કરીને ગોડાઉનમાં જમા લેવાયો હતો.
