Surat : ભેસ્તાનની શાળાના વર્ગખંડમાં જ સિક્યુરિટી ગાર્ડે માણી મહેફિલ, વિડિયો વાયરલ થતાં નોકરીમાંથી હાંકી કઢાયો

📅 Published: August 20, 2026 | 📂 Category: Surat

સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. વિદ્યાના ધામ સમાન શાળાના વર્ગખંડમાં જ દારૂની મહેફિલ યોજાઈ હોવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ કરતૂત કોઈ બહારના તત્વોએ નહીં પરંતુ શાળાની સુરક્ષા માટે તૈનાત સિક્યુરિટી ગાર્ડે જ કરી હોવાનું ખુલ્યું છે.

મિત્રોને બોલાવીને શાળાના કલાસરૂમમાં જ દારૂની મહેફિલ જમાવી

મળતી માહિતી મુજબ, રવિવારની રજાના દિવસે શાળાના ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમી રહેલા સ્થાનિક યુવાનોને સુરક્ષા કર્મીએ બહાર કાઢી મૂક્યા હતા. ત્યારબાદ તેણે પોતાના મિત્રોને બોલાવીને શાળાના કલાસરૂમમાં જ દારૂની મહેફિલ જમાવી હતી. શાળા પરિસરમાં દારૂની બાટલીઓ સાથેની આ પાર્ટીનો વિડિયો વાયરલ થતાં મનપાના શિક્ષણ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

સિક્યુરિટી ગાર્ડને તાત્કાલિક અસરથી છુટો કરાયો

ઘટના બહાર આવતા જ તંત્ર દ્વારા તાત્કાલિક કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શિક્ષણ સમિતિ દ્વારા બેદરકાર સિક્યુરિટી ગાર્ડને તાત્કાલિક અસરથી નોકરીમાંથી છૂટો કરી દેવાયો છે. આ ઉપરાંત ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને શાળાના આચાર્ય પાસે હકીકતલક્ષી રિપોર્ટ માંગવામાં આવ્યો છે અને સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ જારી કરવામાં આવ્યા છે. 

આ પણ વાંચો   :    Bhavnagar : નકલી દારૂનો કાળો કેર: લઠ્ઠાકાંડમાં 7ના મોત, MP ના ‘ડોક્ટરે’ ઘડ્યો હતો કાળો ખેલ, 21 સામે ગુનો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *