શેઠવડાળા પોલીસે ગોરખડી ગામે જુગાર પર દરોડો પાડ્યો:રામ મંદિર નજીકથી ચાર શખ્સો રોકડ સાથે ઝડપાયા

📅 Published: August 20, 2026 | 📂 Category: gujarati-news

શેઠવડાળા પોલીસે ગોરખડી ગામે રામ મંદિર નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા શખ્સોમાં ભાઇચંદભાઇ લખમશીભાઇ ખોના, જીતેશભાઇ નાથાભાઇ વાદી, જીતેશભાઇ ભુરાભાઇ ભંડેરી અને ધરમશીભાઇ ધનાભાઇ તાળાનો સમાવેશ થાય છે. પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી રોકડ રૂપિયા 3,150 અને ગંજીપાના કબજે કર્યા હતા. આ મામલે ચારેય શખ્સો વિરુદ્ધ જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી, શેઠવડાળા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *