હિંમતનગરમાં દસ દિવસીય રાખી મેળાનો પ્રારંભ:ધારાસભ્ય અને પાલિકા પ્રમુખે રીબીન કાપી ખુલ્લો મૂક્યો

📅 Published: August 20, 2026 | 📂 Category: gujarati-news

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ટાવર ચોક ખાતે દસ દિવસીય રાખી મેળાનો પ્રારંભ થયો છે. હિંમત હાઈસ્કૂલના કોટ પાસે આયોજિત આ મેળાને હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા અને નગરપાલિકાના પ્રમુખ અરુણાબેન કડિયાએ રીબીન કાપીને ખુલ્લો મૂક્યો હતો. નગરપાલિકાના DAY-NULM વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સખી અને બચત મંડળની બહેનોને આર્થિક ઉપાર્જન મળી રહે તે હેતુથી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બહેનો દ્વારા જાતે બનાવેલી રાખડીઓનું અહીં વેચાણ કરવામાં આવશે. મેળામાં કુલ 28 સખી મંડળના સ્ટોલ ટાવર ચોક, સ્ટેશન રોડ પર બનાવવામાં આવ્યા છે. દસ દિવસ સુધી ચાલનારા આ સ્ટોલ માટે પ્રત્યેક સ્ટોલનું ભાડું 2500રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. ગુરુવારે રાખી મેળા 2026ના ઉદ્ઘાટન બાદ પાલિકા સદસ્યો અને સંગઠનની બહેનોએ ધારાસભ્ય વી.ડી. ઝાલાને રાખડી બાંધી હતી. ત્યારબાદ ધારાસભ્ય અને ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ સ્ટોલની મુલાકાત લીધી હતી અને સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *