તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના નારણપુર સહિત આસપાસના 15 ગામોના 1200 થી વધુ ગ્રામજનોએ પ્રસ્તાવિત GIDC પ્રોજેક્ટ સામે વિરોધનું બ્યુગલ ફૂંક્યું છે. આ પ્રોજેક્ટને તાત્કાલિક અસરથી રદ કરવાની માંગ સાથે આક્રોશિત ગ્રામજનોએ વ્યારાના જનક નાકાથી જિલ્લા સેવાસદન સુધી વિશાળ રેલી યોજી હતી. ત્યારબાદ ગ્રામીણ અગ્રણીઓએ તાપી જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને આવેદનપત્ર સુપરત કરી પોતાની ઉગ્ર રજૂઆત કરી હતી. ફળદ્રુપ જમીન ન આપવાનો ખેડૂતોનો નિર્ણય આ આંદોલન અને વિરોધ પ્રદર્શન પાછળનું મુખ્ય કારણ જમીન સંપાદન છે. સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ સ્પષ્ટ અને કડક શબ્દોમાં જણાવ્યું હતું કે તેઓ પોતાની આજીવિકા સમાન ફળદ્રુપ જમીન કોઈપણ સંજોગોમાં GIDC ના બાંધકામ માટે આપવા તૈયાર નથી. શાળાઓ અને રહેણાંક વિસ્તારોમાં પ્રદૂષણનો ભય પ્રસ્તાવિત industrial ક્ષેત્રની ખૂબ જ નજીક શાળાઓ, ખેતરો અને રહેણાંક વિસ્તારો આવેલા છે. જો અહીં ઉદ્યોગો સ્થાપવામાં આવશે તો ભારે પ્રદૂષણ ફેલાશે, જેનાથી સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય અને શાંત ગ્રામીણ જીવન પર વિપરીત અસરો પડશે તેવી ભીતિ ગ્રામજનોએ વ્યક્ત કરી છે. ‘GIDC રદ કરો’ નારા સાથે આવેદનપત્ર જનક નાકાથી સેવાસદન સુધી નીકળેલી રેલી દરમિયાન ગ્રામજનોએ “GIDC રદ કરો”ના જોરદાર નારા લગાવી સમગ્ર વાતાવરણ ગજવી મૂક્યું હતું. ગ્રામજનોએ સરકારને વિનંતી કરી છે કે આ યોજના માટે ફાળવેલી જમીન તાત્કાલિક રદ કરીને સમગ્ર પ્રોજેક્ટ પાછો ખેંચવામાં આવે. ઉગ્ર આંદોલન કરવાની સ્થાનિકોની ચીમકી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કર્યા બાદ ગ્રામજનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તંત્ર અને સરકાર દ્વારા તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ વિરોધ પ્રદર્શનને વધુ આક્રમક અને ઉગ્ર બનાવવામાં આવશે.
તાપીના ઉચ્છલમાં GIDC પ્રોજેક્ટ સામે 15 ગામોનો વિરોધ:1200 લોકોએ રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર સોંપ્યું; ફળદ્રુપ જમીન બચાવા પ્રોજેક્ટ રદ કરવા માગ
📅 Published: August 20, 2026 |
📂 Category: gujarati-news
