રાજકોટમાં શ્રાવણીયો જુગાર જામ્યો:શહેરમાં ત્રણ દરોડામાં જુગાર રમતા 17 મહિલા સહિત 24 અને જિલ્લામાં 10 દરોડામાં 55 ઝડપાયા

📅 Published: August 20, 2026 | 📂 Category: gujarati-news

શ્રાવણ મહિના દરમિયાન જુગાર રમતા શકુનીઓ પર પોલીસે ઘોષ બોલાવવાની શરૂઆત કરી દીધી છે જેમાં શહેરમાં અલગ અલગ 3 દરોડામાં જુગાર રમતા 17 મહિલા સહીત 24ને ઝડપી પાડવામાં આવ્યા છે જયારે જિલ્લામાં કુલ 10 દરોડામાં 55 લોકોને જુગાર રમતા ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાના ઘરે જુગારધામ ચાલતું હોવાની બાતમી મળી રાજકોટ ગાંધીગ્રામ 2 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પેરેમાઉન્ટ સોસાયટીમાં કિરણબેન પંકજભાઈ ઘાંટ નામના મહિલાના ઘરે જુગારધામ ચાલતું હોવાની માહિતી મળતા પોલીસે ઘરમાંથી નાલ ઉઘરાવી તીનપત્તીનો જુગાર રમી રહેલા કુલ 10 મહિલા આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જેમાં કિરણાબેન સહિત જુહીબેન ગોધા, વસંતબેન સોની, અર્ચનાબેન લુહાણા, ઇલાબેન રાઠોડ, તેજલબેન બેચરા, રસીલાબેન સુતરીયા, મનીષાબેન વાંછણી, આરાધનાબેન ગોસ્વામી અને ભાવનાબેન સોનીનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.84,000ની રકમ તથા ગંજીપાના જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભાડાના મકાનમાં બહારથી મહિલાઓને બોલાવી તીનપત્તીનો જુગાર રમાડતા ​જયારે બીજા દરોડામાં માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અંકુરનગર મેઇન રોડ પર આવેલી દ્વારકાધીશ સોસાયટીમાં દરોડો પાડતા અહીં મમતાબેન રાજેશભાઈ ભેસદડીયા નામના મહિલા પોતાના ભાડાના મકાનમાં બહારથી મહિલાઓને બોલાવી તીનપત્તીનો જુગાર રમાડતા હોવાનું સામે આવ્યું છે જ્યાં દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 7 મહિલા આરોપીઓ મમતાબેન ભેસદડીયા, જાગૃતિબેન પંડ્યા, મિરલબેન ધાંટ, રંજુબેન ડેર, શીતલબેન સોની, હિનાબેન નિમાવત અને નિમેળાબેન વૈશ્નવને ગંજીપાનાના પત્તા તથા રોકડા રૂ.18,200ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
કારખાનામાં જુગાર રમતા 7 ઝડપાયા ​આ તરફ આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામવન પાસે આવેલા આદિત્ય ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં અશોકભાઈ વાલજી ગઢીયા નામના શખ્સ કારખાનામાં જુગારની ક્લબ ચલાવતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો જ્યાં કારખાના માલિક અશોકભાઈ ગઢીયા ઉપરાંત મનસુખભાઈ મોલીયા, સંજયભાઈ ફીરપરા, રાજેશભાઈ રામાણી, સાગરભાઈ ગઢીયા, હસમુખભાઈ મુંગરા અને કેવલભાઈ સાવલીયા નામના કુલ 7 આરોપીઓ જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. જેમાં સ્થળ પરથી પોલીસે રોકડા રૂ.16,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આમ ત્રણેય દરોડામાં મળીને પોલીસે કુલ 24 આરોપીઓની અટકાયત કરી રૂ.1.18 લાખની રોકડ રકમ કબજે કરવામાં આવી છે. જિલ્લામાં જુગાર રમતા 55 ઝડપાયા આ તરફ રાજકોટ જિલ્લામાં પોલીસે અલગ અલગ 10 જગ્યાએ દરોડા પાડી 55 પત્તાપ્રેમીઓને ઝડપી લાખોની મતા કબ્જે કરી હતી. જેમાં સડકપીપળીયા, સાંગણવા, વાદીપરા, સમઢીયાળા, શાપર, અમરનગર, જેતપુર, અરણી અને વાસાવડમાં પોલીસે દરોડા દરમિયાન 55 લોકોની અટકાયત કરી કુલ રૂપિયા 5 લાખથી વધુનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *