Ahmedabad: નંદુરબારમાં ટપોરીઓને દબોચી લેવાયા

📅 Published: August 20, 2026 | 📂 Category: Ahmedabad

નવાપુર : મહારાષ્ટ્રના નંદુરબાર બસ સ્ટેન્ડ પરિસરમાં પોલીસે કોમ્બિંગ કરી અસામાજિક તત્ત્વોને પાઠ ભણાવ્યો હતો. નંદુરબાર પોલીસ મથકના પી.આઈ. સંદીપ પાટીલ, પી.આઈ. કિરણકુમાર ખેડકરે શહેર ટ્રાફિક પોલીસની આગેવાનીમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં બિનજરૂરી આંટાફેરા મારતા અને શંકાસ્પદ જણાતા શખ્સોનું ચેકિંગ કર્યુ હતું. આ દરમિયાન કુલ 12 લોકોની અટકાયત કરવામાં આવી હતી. તેમાં ત્રણ મહિલા પણ સામેલ છે. આ સાથે બસ સ્ટેન્ડ વિસ્તારમાં વારંવાર સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા દૂર કરવા માટે અનાધિકૃત રીતે વાહનો અને ટેક્સીઓ પાર્ક કરતા ચાલકોની બેઠક જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *