Ahmedabad: અબોલ જીવના સ્વમાનભેર અંતિમ સંસ્કાર કરવા પરિવાર સુરતથી અમદાવાદ આવ્યું

📅 Published: August 20, 2026 | 📂 Category: Ahmedabad

સામાન્ય રીતે લોકો સુખ કે ઉત્સવ ઉજવવા માટે એક શહેરથી બીજા શહેર જતા હોય છે, પરંતુ સુરતના એક પરિવારે પોતાના વ્હાલસોયા અબોલ જીવને સન્માનજનક વિદાય આપવા માટે સુરતથી અમદાવાદ સુધીની સફર કરી પ્રાણીપ્રેમનું અનોખું ઉદાહરણ પૂરું પાડયું છે. સુરતના ઉધના વિસ્તારમાં રહેતા અજય મિશ્રાના 10 વર્ષ અને 6 મહિનાના ગોલ્ડન રીટ્રીવર શ્વાન ઓડીનું તાજેતરમાં અવસાન થયું હતું. પરિવારના સભ્ય સમાન ઓડીના વિદાયથી સમગ્ર પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો હતો. અજયભાઈ પોતાના પ્રિય ઓડીના અંતિમ સંસ્કાર પૂરા સન્માન સાથે કરવા માંગતા હતા. આ દરમિયાન તેમને સોશ્યલ માધ્યમથી જાણવા મળ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલ ન્યુસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા શ્વાન માટે આધુનિક અને સન્માનજનક પેટ ક્રિમેટોરિયમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જાણકારી મળતા જ અજય મિશ્રા પોતાના પરિવાર સાથે શ્વાનના પાર્થિવ દેહને લઈને ખાસ સુરતથી અમદાવાદ આવી પહોંચ્યા હતા અને વિધિવત અંતિમ સંસ્કાર કરાવ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *