Surat: કામરેજમાં ખાઉધરા ગલી સહિત 45 જગ્યાએ ફૂડ વિભાગનો છાપો : હોટલમાલિકોમાં દોડધામ

📅 Published: August 20, 2026 | 📂 Category: Surat

કીમ : સુરતમાં ફુડપોઇઝીંગની ગંભીર ઘટનાનાં પગલે હરકતમાં આવેલા સુરત ફુડ વિભાગ દ્વારા આજે સ્થાનિક પોલીસને સાથે રાખીને કામરેજની પ્રખ્યાત ખાઉધરા ગલી સહિત 45 સ્થળો પર છાપો મારી બિનઆરોગ્યપ્રદ 131 કિલો ખાદ્ય સામગ્રીનો નાશ કરતા ખાણીપીણીની લારીઓ સહિત હોટલ માલિકોમાં ઉપરોક્ત કાર્યવાહીનાં પગલે હડકંપ મચી ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે કામરેજ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી બિનઆરોગ્યપ્રદ ખાણીપીણી ચિજવસ્તુઓનું નિયમ વિરૂદ્ધ સરેઆમ ઉલ્લંઘન કરી વેચાણ થતુ હોવાની બાતમી સુરત ફુડ એન્ડ ડ્રગ અધિકારી સૂત્રોને મળી હતી. તેમજ સુરતમાં ફુડ પોઇઝીંગની ગંભીર ઘટના બાદ હરકતમાં આવેલા ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમીનીસ્ટ્રેશન સુરત દ્વારા આજે કામરેજમાં શોખીનપ્રીય લોકોમાં પ્રખ્યાત ખાઉધરા ગલીથી ફુડ વિભાગ દ્વારા ચેકીંગની શરૂઆત કરવામાં આવી હતી. વહેલી સવારથી ખાઉધરા ગલીમાં પહોંચેલા અધિકારી સૂત્રોનાં ઘનિષ્ટ ચેકીંગનાં પગલે કેટલાક ખાણીપીણી દુકાનદારો દુકાન બંધ કરીને ભાગી છૂટયા હતા. જોકે ફુડ સેફ્ટી ઓફિસર સી.એન.પરમાર સહિતની ટીમે કામરેજનાં અલગ અલગ વિસ્તારોમાં 45થી વધુ લોકોને વરૂણીમાં લીધા હતા. અને આવા ખાદ્ય વ્યવસાયીક એકમોની તપાસ કરવામાં આવતા બિનઆરોગ્યપ્રદ તથા માનવ ઉપયોગ માટે અયોગ્ય જણાયેલી 131 કિલો ખાદ્ય સામગ્રીનો પોલીસે નાશ કર્યો હતો. ફુડ વિભાગ સૂત્રોએ કરેલી કાર્યવાહીમાં જોકર ગાંઠીયા, ફેમસ વડાપાઉ, ગોપાલ લોચો, સમીક ખમણ, જોકર રેસ્ટોરન્ટ, જલારામ ખમણ,ગણેશ પેટીસ સહિત 45 સ્થળો પર પહોંચેલી ફુડ વિભાગે અખાદ્ય, અનહાઇજેનીક અને વાસી ખોરાકનો બનાવનાં સ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો. જોકે નિયમ વિરૂદ્ધ લાયસન્સ વિના બેખોફ વેપાર કરતા 7 હોટલ રેસ્ટોરન્ટોને ફુડ વિભાગ દ્વારા બંધ કરાવવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *