હોર્મુઝ સ્ટ્રેટમાં 21 ભારતીય નાવિકોવાળા એક કન્ટેનર જહાજ પર ઈરાની નૌકાઓએ ફાયરિંગ કર્યું હતું. આ ઘટના 22 એપ્રિલે બની હતી. ભારતીય નાવિકોના સંગઠને હવે આ ઘટનાનો વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) સાથે સંકળાયેલી નૌકાઓને જહાજની આસપાસ જોઈ શકાય છે. જહાજ પર ફાયરિંગ બાદ કાચ તૂટેલા અને સામાન વેરવિખેર થયેલો દેખાય છે. એક જગ્યાએ રોકેટ-પ્રોપેલ્ડ ગ્રેનેડ છોડવામાં આવ્યા હોવાનું દૃશ્ય પણ દેખાય છે. હુમલા દરમિયાન જહાજનો ક્રૂ પોતાનો જીવ બચાવવા માટે અંદર સંતાઈ ગયો હતો. જહાજ પર 21 ભારતીય નાવિકો સવાર હતા અને બધા સુરક્ષિત રહ્યા. ભારતે હોર્મુઝમાં નાવિકોની તૈનાતી પર રોક લગાવી હુમલાઓ બાદ ભારતે ઈરાન સામે વિરોધ નોંધાવ્યો. ભારતીય શિપિંગ મહાનિર્દેશાલયે પણ હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પર ભારતીય નાવિકોની તૈનાતી ન કરવા નિર્દેશ આપ્યો. જહાજોના કપ્તાનોને ખાડી અને હોર્મુઝની સુરક્ષા સ્થિતિ પર સતત નજર રાખવા અને નેવિગેશન સંબંધિત ચેતવણીઓનું નિરીક્ષણ કરવા પણ કહેવામાં આવ્યું છે. જુઓ વીડિયો… સમાચાર અપડેટ થઈ રહ્યા છે…
હોર્મુઝમાં ભારતીય જહાજ પર ઈરાની હુમલાનો VIDEO:IRGC બોટ્સે ફાયરિંગ કર્યું; કાચ તૂટ્યા, સામાન વેરવિખેર થયો, 21 નાવિકોએ સંતાઈને જીવ બચાવ્યો
📅 Published: August 21, 2026 |
📂 Category: International
