લ્યો બોલો! ટાયરની દુકાનમાંથી ગાંજો ઝડપાયો:સોમા તળાવ પાસે ટાયરની દુકાનમાંથી ₹59 હજારથી વધુના ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો, કપુરાઈ પોલીસે ગુનો નોંધ્યો

📅 Published: August 21, 2026 | 📂 Category: gujarati-news

વડોદરા શહેરને નશામુક્ત બનાવવા અને માદક પદાર્થોની ગેરકાયદે હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે કપુરાઈ પોલીસે બાતમીના આધારે સોમા તળાવ ચાર રસ્તા નજીક આવેલી ટાયરની દુકાનમાં દરોડો પાડી 1,184 ગ્રામ વનસ્પતિજન્ય સુકા ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડી NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની કપુરાઈ પોલીસની ટીમને બાતમી મળી હતી કે, ભારત પેટ્રોલ પંપથી સોમા તળાવ ચાર રસ્તા તરફ હોટલ હિલ વ્યૂ નીચે આવેલી ‘ડી.પી. કોર્પોરેશન ટાયર શોપ’માં દુકાનદાર દીવાલમાં લગાવેલી પેટીમાં ગાંજાનો જથ્થો રાખી તેનું છૂટક વેચાણ કરે છે. જેના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર રેઇડ કરી હતી.
પોલીસે ઘટનાસ્થળેથી પિયુષ ઉર્ફે પિન્ટુ ભરતભાઈ વાઢેર (રહે. દ્વારકેશ સિટી, કપુરાઈ ચોકડી પાસે, ડભોઈ રોડ, વડોદરા) નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ₹59,200ની કિંમતનો 1,184 ગ્રામ સુકો ગાંજો, મોબાઈલ, કાપડ-પ્લાસ્ટિકની થેલીઓ તથા ભાડા કરાર સહિત કુલ ₹64,200નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલે કપુરાઈ પોલીસે એન.ડી.પી.એસ. એક્ટની વિવિધ કલમોમાં હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં ભરૂચ રેલ્વે સ્ટેશનની પશ્ચિમે રિક્ષા સ્ટેન્ડની ગલીમાં રહેતા ‘ચાયા’ નામના વોન્ટેડ આરોપીને પકડવા માટે પોલીસે વધુ તપાસ અને ચક્રો ગતિમાન કર્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *