રક્ષાબંધનના દિવસે શહેરની સીટી બસમાં ફ્રી મુસાફરીની ભેટ:મહેસાણા મનપાનો નાગરિકોના હિતમાં નિર્ણય, હાલ 25 સિટી બસ કાર્યરત

📅 Published: August 21, 2026 | 📂 Category: gujarati-news

પવિત્ર રક્ષાબંધન પર્વ નિમિત્તે મહેસાણા મહાનગરપાલિકાના મહિલા મેયર દ્વારા શહેરના નાગરિકો માટે એક વિશેષ જાહેરાત કરવામાં આવી છે. ભાઈ-બહેનના પ્રેમ અને પારિવારિક મિલનના આ તહેવાર પર શહેરની તમામ સિટી બસોમાં દરેક નાગરિક માટે મુસાફરી સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં હાલ 25 બસ કાર્યરત
મહેસાણા શહેરમાં હાલ ‘મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સેવા’ અંતર્ગત 25 સિટી બસ કાર્યરત છે, જેમાં સામાન્ય દિવસમાં નિયત ટિકિટ દર વસૂલવામાં આવે છે. જો કે, રક્ષાબંધનના પવિત્ર દિવસે ભાઈ-બહેન તથા ભાણિયા-ભત્રીજા સહિતના તમામ મુસાફરો કોઈપણ પ્રકારનો ટિકિટ ચાર્જ ચૂકવ્યા વિના સમગ્ર શહેરમાં મુક્તપણે મુસાફરી કરી શકશે. મહિલા મેયરના આ પ્રશંસનીય નિર્ણયથી તહેવારના દિવસે પોતાના પરિવારજનોને મળવા જતા નાગરિકોને મોટી રાહત મળશે અને મહેસાણાવાસીઓની પર્વની ખુશીઓમાં બેવડો વધારો થશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *