Ahmedabad: બગોદરા-ધોળકા હાઈવે પર ખાનપુર નજીક ડમ્પરની અડફેટે એક્ટિવાચાલક મહિલાનું કમકામાટીભર્યું મોત

📅 Published: August 21, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ ગ્રામ્યના ધોળકા તાલુકામાં હાઈવે પર બેફામ દોડતા ભારે વાહનો અને ડમ્પરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. બગોદરા-ધોળકા હાઈવે પર આવેલા ખાનપુર ગામ નજીક આજે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલા એક ડમ્પરના ચાલકે આગળ જઈ રહેલા વાહનની સાઈડ કાપવા (ઓવરટેક કરવા) જતાં એક્ટિવા પર સવાર મહિલાને જોરદાર અડફેટે લીધી હતી.

ધોળકા હાઈવે પર ડમ્પરનો ત્રાસ

અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવા સવાર મહિલા ડમ્પરના પૈડાં નીચે આવી જતાં તેમને મોઢા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ નીપજ્યું હતું.અકસ્માતની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો અને હાઈવે પરથી પસાર થતાં વાહનચાલકોના ટોળેટોળાં ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. બનાવ અંગે જાણ કરવામાં આવતાં ધોળકા રૂરલ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી મૃતકની ઓળખ મેળવી હતી, જેમાં મૃતક મહિલા ધોળકાના ખાખસર ગામના રહેવાસી મકવાણા સુરજબેન હિતેશભાઈ હોવાનું ખુલ્યું હતું.

ખાનપુર નજીક ગમખ્વાર અકસ્માતમાં મહિલાનું મોત

ધોળકા રૂરલ પોલીસે ઘટનાસ્થળે જરૂરી પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.અકસ્માત બાદ ડમ્પરચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કરાયા છે. આ વિસ્તારમાં સતત દોડતા ડમ્પરોની સ્પીડ લિમિટ અને ટ્રાફિક નિયમોના સરેઆમ ઉલ્લંઘન સામે તંત્ર કડક ઝુંબેશ ચલાવે તેવી સ્થાનિકો અવારનવાર માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Surat: હીરા ખરીદી કરોડોનું પેમેન્ટ ન આપનાર આંતરરાષ્ટ્રીય ગેંગનો આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો પકડાયો



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *