Surat: છેલ્લા 20 વર્ષથી ચોરીના ગુનામાં ફરાર આરોપી આનંદ ઉર્ફે પિયુષ ઝડપાયો,ઓળખ અને રહેઠાણ બદલીને પોલીસ પકડથી દૂર ભાગતો

📅 Published: August 21, 2026 | 📂 Category: Surat

સુરત શહેર પોલીસ દ્વારા જૂના અને નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત ઝોન-2 ની ટીમને મોટી સફળતા સાંપડી છે. પોલીસે બાતમીના આધારે 20 વર્ષ અગાઉ ચોરીના ગુનામાં સંડોવાયેલા અને ત્યારથી જ ફરાર આરોપી આનંદ ઉર્ફે પિયુષને ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસે બે દાયકા જૂના ગુનામાં આરોપીને દબોચ્યો

આરોપીએ વર્ષ 2006 માં સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા એક મકાન/દુકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના તેમજ કિંમતી સાડીઓના જથ્થા સહિત કુલ રૂ. 4,30,000 ની મત્તાની ચોરી કરી હતી અને વિદેશ કે અન્ય રાજ્યમાં ભાગી છૂટ્યો હતો. ચોરી કર્યા બાદ આરોપી સતત પોતાની ઓળખ અને રહેઠાણ બદલીને પોલીસ પકડથી દૂર ભાગતો ફરતો હતો. જોકે, ઝોન-2 પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ચોક્કસ બાતમીના આધારે તેની ચાલ પર નજર રાખીને આખરે તેને દબોચી લીધો છે.

20 વર્ષ અગાઉ 4.30 લાખની ચોરી કરી

 પોલીસે આરોપી આનંદ ઉર્ફે પિયુષની અટકાયત કરી લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.આરોપી છેલ્લા 20 વર્ષ દરમિયાન અન્ય કયા કયા શહેરો કે વિસ્તારોમાં છુપાયો હતો અને આ ગાળામાં અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ તે દિશામાં પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો: Ahmedabad: બગોદરા-ધોળકા હાઈવે પર ખાનપુર નજીક ડમ્પરની અડફેટે એક્ટિવાચાલક મહિલાનું કમકામાટીભર્યું મોત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *