પારડીની સરકારી વિજ્ઞાન કોલેજમાં ગુજરાત સરકારના ઉપક્રમે ૨૦ દિવસીય ફિનિશિંગ સ્કૂલની તાલીમ યોજાઈ હતી. ૨૩ જુલાઈથી શરૂ થયેલી આ તાલીમમાં T.Y.B.Sc.ના ૩૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને વ્યક્તિત્વ વિકાસ અને રોજગારલક્ષી કૌશલ્યો પ્રદાન કરવાનો હતો. તાલીમ દરમિયાન, મુખ્ય ટ્રેનર અંજુ શાહ દ્વારા સેટ A અને B હેઠળ જીવન તથા રોજગારલક્ષી કૌશલ્યોની ૪૦ કલાકની તાલીમ અપાઈ હતી. જ્યારે પિંકલ પટેલ દ્વારા સેટ C અને D હેઠળ ફંક્શનલ અને સ્પોકન અંગ્રેજીની ૪૦ કલાકની તાલીમ આપવામાં આવી હતી.આ તાલીમમાં સમૂહચર્ચા, પ્રેરણાત્મક પ્રવૃત્તિઓ અને પ્રાયોગિક સત્રોનો સમાવેશ થતો હતો. તેના દ્વારા વિદ્યાર્થીઓમાં સંવાદ કૌશલ્ય, આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઇન્ટરવ્યુ સ્કિલ, સમસ્યા ઉકેલવાની ક્ષમતા, નિર્ણયશક્તિ, સ્વજાગૃતિ અને કારકિર્દી આયોજન જેવા મહત્વના વિષયો પર પણ માર્ગદર્શન અપાયું હતું. આ કાર્યક્રમ આચાર્ય ડૉ. હેતલ એસ. ટંડેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો. કો-ઓર્ડિનેટર એન. કે. લાડ દ્વારા તેનું આયોજન અને સંચાલન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ આ તાલીમને તેમની કારકિર્દી અને વ્યક્તિત્વ વિકાસ માટે અત્યંત ઉપયોગી ગણાવી હતી.
પારડી કોલેજમાં 20 દિવસીય ફિનિશિંગ સ્કૂલ તાલીમ:37 વિદ્યાર્થીઓને વ્યક્તિત્વ અને રોજગારલક્ષી કૌશલ્યોનું માર્ગદર્શન મળ્યું
📅 Published: August 21, 2026 |
📂 Category: gujarati-news
