Surendranagar: સુરેન્દ્રનગરમાં પ્રાકૃતીક ખેતી પેદાશોની નિકાસની તકો અંગે સેમીનાર યોજાયો

📅 Published: August 21, 2026 | 📂 Category: gujarati-news

સુરેન્દ્રનગર : આત્મા પ્રોજેકટ, સુરેન્દ્રનગર અને અપેડા ગુજરાતના સંયુકત ઉપક્રમે શહેરના ત્રીમંદિર ખાતે પાકૃતીક ખેતી પેદાશોની નીકાસની તકો વિશે સેમીનારનું આયોજન કરાયુ હતુ. જેમાં અપેડાના રીજીયોનલ ઓફીસર સુબોધ શાહ, આત્માના પ્રોજેકટ ડાયરેકટર ભરતભાઈ પટેલ સહિતનાઓએ ખેડુતોને પાકૃતીક ખેતી દ્વારા ઉત્પાદીત પેદાશોને આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચાડવાની તકો, નીકાસ માટે જરૂરી ગુણવત્તાના ધોરણો, સર્ટીફીકેશનની પ્રક્રીયા અંગે માહીતી આપી હતી. આ સેમીનારમાં પાકૃતીક કૃષક નારાયણભાઈ લકુમે કપાસના મુખ્ય પાકમાં તાંદરજો, મેથી, મુળા, કાકડી જેવા આંતરપાકનું આયોજન કરવાથી જમીનની ઉત્પાદકતા જળવાઈ રહે અને ખેડુતની આવકમાં વધારો થતો હોવાનું જણાવ્યુ હતુ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *