Vadodara: કંડારી કૉલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અંગે સેમિનાર યોજાયો

📅 Published: August 22, 2026 | 📂 Category: Baroda

કરજણ : કરજણ નજીક ને.હા.48 પર આવેલ શ્રીમતી. એચ. સી. પટેલ (કંડારી) આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, કરજણ ખાતે પ્રિન્સિપાલ ડૉ. જી. એસ. પટેલના માર્ગદર્શન હેઠળ કરિયર ગાઇડન્સ કમીટી એન્ડ ઉદીશા ક્લબ તથા સંકલ્પ કેરિયર એકેડેમીના સહયોગથી ગુજરાત સરકાર દ્વારા યોજાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અંગેના સેમિનાર યોજાયો હતો. જેમાં સંકલ્પ કેરિયર એકેડેમીના ડિરેક્ટર વિકાસ દ્વારા વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા, પરીક્ષાનું માળખું, અભ્યાસક્રમ અને તૈયારી માટેની વ્યૂહરચના અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. જેમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *