NCC કેડેટ્સે ATC કેમ્પમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું:પાટણની શ્રી બી. ડી. વિદ્યાલયે 20 મેડલ જીતી ગૌરવ વધાર્યું

📅 Published: August 22, 2026 | 📂 Category: gujarati-news

પાટણની શ્રી બી. ડી. સાર્વજનિક વિદ્યાલયના NCC કેડેટ્સે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલા ATC (Annual Training Camp)માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. 7 ગુજરાત NCC બટાલિયન, મહેસાણા દ્વારા આયોજિત આ શિબિરમાં શાળાના ૨૬ કેડેટ્સે ભાગ લીધો હતો અને કુલ ૨૦ મેડલ જીતીને શાળા તથા પાટણનું ગૌરવ વધાર્યું હતું. આ વાર્ષિક તાલીમ શિબિર 12 ઓગસ્ટ થી 21 ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન યોજાઈ હતી. વિદ્યાર્થીઓમાં શિસ્ત, નેતૃત્વ, દેશપ્રેમ, સાહસ અને રાષ્ટ્રીય ભાવનાના ગુણો વિકસે તે હેતુથી શાળામાં NCC પ્રવૃત્તિ સક્રિયપણે ચલાવવામાં આવે છે. કેમ્પ દરમિયાન કેડેટ્સ માટે સ્પોર્ટ્સ, કલ્ચરલ પ્રવૃત્તિઓ, ડ્રિલ અને ફાયરિંગ સહિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી બી. ડી. સાર્વજનિક વિદ્યાલયના NCC કેડેટ્સે આ સ્પર્ધાઓમાં 4 ગોલ્ડ મેડલ અને 16 સિલ્વર મેડલ સહિત કુલ ૨૦ મેડલ પ્રાપ્ત કર્યા હતા. કેડેટ્સની આ સિદ્ધિ બદલ શાળાના વડા ડૉ. બી. આર. દેસાઈએ તમામ ભાગ લેનાર NCC કેડેટ્સ અને કન્વીનર શિક્ષક શ્રી એસ. બી. પ્રજાપતિને અભિનંદન પાઠવ્યા હતા. શાળા પરિવારે વિજેતા કેડેટ્સનું વિશેષ સન્માન કર્યું હતું. આ સિદ્ધિથી શાળા પરિવાર, શિક્ષકો અને વાલીઓમાં આનંદની લાગણી પ્રસરી છે. કેડેટ્સે પોતાની મહેનત, શિસ્ત અને ટીમવર્ક દ્વારા શાળાની “શિક્ષણ સાથે સર્વાંગી વિકાસ”ની પરંપરાને વધુ મજબૂત બનાવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *