Ahmedabad News: કેન્દ્રીય ગૃહમંત્રી ઘાટલોડિયામાં લોક દરબાર યોજશે, સ્થાનિક પ્રશ્નો અને સમસ્યાઓ અંગે થશે ચર્ચા

📅 Published: August 22, 2026 | 📂 Category: Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અમદાવાદના પ્રવાસે આવી રહ્યા છે.તેઓ પોતાના સંસદિય વિસ્તારના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે અને નાગરિકોની રજૂઆતો સાંભળવા માટે ખાસ લોકદરબારનું આયોજન કરાશે.આ લોકદરબાર ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્રમાં આવતા બોપલ, આંબલી અને બોપલ-ઘુમા વિસ્તારમાં યોજવામાં આવશે.તાજેતરમાં જ આ વિસ્તારોમાં સર્જાયેલી જળભરાવની ગંભીર સમસ્યા તેમજ માળખાકીય સુવિધાઓને લગતા વિવિધ પ્રશ્નો અંગે તેઓ સ્થાનિક રહીશો સાથે સીધો સંવાદ સાધશે.

જળભરાવના પ્રશ્નને ગૃહમંત્રીએ અત્યંત ગંભીરતાથી લીધો

અમદાવાદ શહેરના મેયર હિતેન્દ્ર બારોટે કહ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી બોપલ અને તેની આસપાસનો વિસ્તાર ખૂબ જ ઝડપથી ડેવલપ થઈ રહ્યો છે. ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા અને ત્યારબાદ અમદાવાદ મહાનગરપાલિકામાં સમાવેશ પામેલા આ વિસ્તારમાં વસતી અને બાંધકામ બંનેમાં મોટો ઉછાળો આવ્યો છે.ખાસ કરીને એસ.પી.રિંગ રોડની આસપાસના ચાર કિલોમીટરથી વધુના વિસ્તારમાં મોટા પાયે વિકાસ થયો છે.આ ડેવલપમેન્ટને પહોંચી વળવા માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે ટીપી સ્કીમો ખોલવામાં આવી છે અને રોડ-રસ્તા, પીવાના પાણી તથા ડ્રેનેજ લાઈન જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.તાજેતરના વરસાદ દરમિયાન સામે આવેલા જળભરાવના પ્રશ્નને ગૃહમંત્રીએ અત્યંત ગંભીરતાથી લીધો છે.

આ લોકદરબાર અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ત્રણ દિવસ પહેલાં જ આ અંગે એક પત્ર પણ આવ્યો હતો, જેના પગલે પ્રશાસન હરકતમાં આવ્યું છે.જળભરાવની સમસ્યાના કાયમી નિકાલ માટે રૂ.147 કરોડથી વધુના વિકાસકામોનું ટેન્ડરિંગ થઈ ચૂક્યું છે અને કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે.પોતાના આ પ્રવાસ દરમિયાન અમિત શાહ સ્થાનિક સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે રૂબરૂ મુલાકાત કરીને તેમની સમસ્યાઓ સાંભળશે. વિસ્તારમાં કોઈ પણ વિકાસકાર્ય બાકી ન રહે તે હેતુથી તમામ પ્રશ્નોની યોગ્ય રજૂઆત લઈને તેનો ત્વરિત ઉકેલ લાવવા માટે આ લોકદરબાર અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.

આ પણ વાંચોઃ India News : iphoneની EMIની જીદને કારણે પુત્ર પહાડ પરથી કૂદ્યો, બચાવવા જતાં પિતા મોતને ભેટ્યા, આઘાતમાં માતાએ પણ છલાંગ મારી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *