Ahmedabad News: અરવલ્લીના પાર્થ પટેલ મઘદરિયે બહાદુરીની મિસાલ બન્યાં, જાણો કેવી રીતે બચાવ્યા 18 લોકોના જીવ

📅 Published: August 22, 2026 | 📂 Category: Ahmedabad

દરિયાની વચ્ચે સંકટમાં ઘેરાયેલા એક જહાજ અને તેના પર સવાર 18 ક્રૂ મેમ્બર્સ માટે ગુજરાતના યુવાને મુશ્કેલ પરિસ્થિતિમાં સાહસનું કામ કરી બતાવ્યું છે. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જુની વાસણી ગામના વતની અને હાલ અમદાવાદના નરોડામાં રહેતા પાર્થ વસંતભાઈ પટેલ મરીન એન્જિનિયર ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેઓ પોતાની ટીમ સાથે VLGC જહાજ લઈને યુએસએથી દક્ષિણ કોરિયાના યોસુ તરફ જઈ રહ્યા હતા ત્યારે સવારે આશરે સાડા પાંચ વાગ્યે તેમને એક યુએસએ ફ્લેગ ધરાવતા જહાજ તરફથી ડિસ્ટ્રેસ કોલ મળ્યો હતો.

જહાજના એન્જિન રૂમમાં સતત પાણી ભરાઈ રહ્યું હતું

દરિયામાં તેમની સામેના જહાજના એન્જિન રૂમમાં સતત પાણી ભરાઈ રહ્યું હતું અને પાવર તથા પ્રોપલ્શન સિસ્ટમ સંપૂર્ણપણે ઠપ થઈ જવાથી જહાજ ડૂબી જવાનો ગંભીર ભય ઊભો થયો હતો.આ ઈમરજન્સી કોલ મળતા જ પાર્થ પટેલની ટીમે પોતાના નિર્ધારિત રૂટને બદલીને ત્વરિત મદદ માટે આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. તેમણે યુએસ કોસ્ટ ગાર્ડ અને અન્ય સંબંધિત ઓથોરિટીઝ સાથે સતત કોઓર્ડિનેશન જાળવીને દરિયાના અતિ જોખમી વાતાવરણમાં સતત 12 કલાક સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું હતું.અંતે ટીમની અથાક મહેનત રંગ લાવી અને મુશ્કેલીમાં ફસાયેલા તમામ 18 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરીને પોતાના જહાજમાં આશરો આપવામાં આવ્યો હતો. 

જહાજને એક USA Flag ધરાવતા જહાજ તરફથી કોલ મળ્યો

દરિયાની વચ્ચે 18 માનવજિંદગીઓને નવજીવન આપનારા આ સાહસિક અને માનવતાભર્યા ઓપરેશનમાં પાર્થ પટેલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.અરવલ્લીના નાના એવા ગામમાંથી આવીને આંતરરાષ્ટ્રીય સ્તરે દરિયામાં પોતાની બહાદુરીનો પરચો આપનાર પાર્થ પટેલની આ સિદ્ધિ સમગ્ર ગુજરાત માટે અત્યંત ગૌરવવંતી ક્ષણ બની રહી છે. તેમણે કહ્યું હતું કે, અમે અમારા VLGC જહાજમાં USA થી યોસુ,દક્ષિણ કોરિયા તરફ જઈ રહ્યા હતાં.અમારા જહાજને એક USA Flag ધરાવતા જહાજ તરફથી ડિસ્ટ્રેસ કોલ મળ્યો હતો.તે જહાજ ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં હતું તેમના જહાજના એન્જિન રૂમમાં પાણી ભરાઈ રહ્યું હતું.  

જહાજની સ્ટેબિલિટી અંગે પણ ગંભીર ચિંતા હતી

તેમણે ઉમેર્યું હતું કે, પાવર અને પ્રોપલ્સન સિસ્ટમ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયા હતા અને જહાજની સ્ટેબિલિટી અંગે પણ ગંભીર ચિંતા હતી.અમારા જહાજે તરત જ પોતાનો નિર્ધારિત રૂટ બદલીને મદદ માટે આગળ વધવાનું શરૂ કર્યું.યુએસએ કોસ્ટગાર્ડ અને અન્ય સંબંધિત ઓથોરિટી સાથે સતત કોર્ડિનેશન કરીને લગભગ 12 કલાક સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. તમામ લોકોના સંયુક્ત પ્રયાસોથી અમે તે જહાજના તમામ 18 ક્રૂ મેમ્બરને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરીને અમારા જહાજમાં લઈ આવ્યા હતાં. 

આ પણ વાંચોઃ નખત્રાણા નજીક છોટાહાથીના ડીઝલ ટેન્કમાં ભયાનક બ્લાસ્ટ, 4 લોકોના મોતની આશંકા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *