Attacks on Gujaratis in USA: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, દીકરીની નજર સામે જ પિતાને મારી ગોળી

📅 Published: August 22, 2026 | 📂 Category: gujarati-news

અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીય મૂળના ગુજરાતીઓ પર જીવલેણ હુમલાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં યુએસના ટેનેસી સ્ટેટમાં આવેલા જેક્સન શહેરમાં એક અત્યંત હૃદયકંપાવનારો કિસ્સો સામે આવ્યો છે. લૂંટના ઈરાદે દુકાનમાં ઘૂસેલા એક અજાણ્યા બુકાનીધારી ગુનેગારે મહેસાણા જિલ્લાના મૂળ રહેવાસી અને પાટીદાર વેપારીની ગોળી મારીને હત્યા કરી દીધી છે. દુઃખદ વાત એ છે કે, મૃતકે આ નવો સ્ટોર ઘટનાના માત્ર એક અઠવાડિયા પહેલા જ શરૂ કર્યો હતો.

દીકરીની નજર સામે જ પિતા પર અંધાધૂંધ ગોળીબાર

મૃતક વેપારીની ઓળખ મહેસાણા તાલુકાના આખજ ગામના વતની સુરેશ પટેલ તરીકે થઈ છે. ઘટના સમયે સુરેશ પટેલ પોતાના નવા સ્ટોર પર તેમની 19 વર્ષીય પુત્રી સાથે હાજર હતા. તે જ સમયે અચાનક ધસી આવેલા લૂંટારાએ લૂંટ ચલાવવાના ઈરાદે ફાયરિંગ શરૂ કર્યું હતું.

Attacks on Gujaratis in USA: Mehsana Businessman Suresh Patel Shot Dead in US Tennessee Store Robbery

પુત્રીની આંખો સામે જ બુકાનીધારીએ સુરેશ પટેલ પર અંધાધૂંધ ગોળીઓ ચલાવી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. સુરેશ પટેલ છેલ્લા 30 વર્ષથી પોતાના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા. ઘટનાની જાણ થતાં જ તેમના વતન આખજ ગામમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.

અમેરિકામાં ટાર્ગેટ બની રહ્યા છે ગુજરાતીઓ

છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં લૂંટના ઈરાદે ભારતીય અને ખાસ કરીને ગુજરાતી વેપારીઓ પર અંધાધૂંધ ફાયરિંગ અને હત્યાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે.

  • મેઘના પટેલ: 3 મહિના પહેલા વર્જિનિયા સ્ટેટમાં પોતાના સ્ટોર પર હાજર વિજાપુર તાલુકાના જંત્રાલ ગામના મેઘના પટેલની બુકાનીધારીએ ગોળી મારી હત્યા કરી હતી.
  • કિરણ પટેલ: 11 મહિના પહેલા સાઉથ કેરોલિનામાં સ્ટોરમાં લૂંટ દરમિયાન 49 વર્ષીય કિરણ પટેલની ગોળી મારીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી.
  • સુરેશ પટેલ: ટેનેસીમાં સ્ટોર ખોલ્યાના 7 જ દિવસમાં 19 વર્ષીય પુત્રીની નજર સામે ગોળી મારી હત્યા કરાઈ.

Attacks on Gujaratis in USA: Mehsana Businessman Suresh Patel Shot Dead in US Tennessee Store Robbery

આ પણ વાંચો – NRI Deaths Abroad: સાઉદી અરેબિયા, UAE અને અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીયોના મોત, MEAના ચોંકાવનારા આંકડા આવ્યા સામે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *