કુવાડવા પોલીસે 267 ગ્રામ ગાંજા સાથે એકની ધરપકડ કરી:રાજકોટમાં લોનના હપ્તા ચડી જતા ત્રણ બહેનોમાં એકના એક ભાઈએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

📅 Published: August 22, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટમાં ખોખડદળ નદી પાસે આવેલા જડેશ્વર પાર્કમાં રહેતા 42 વર્ષીય બાબુ ભવાનભાઈ વાઢુકિયા નામના યુવકે પોતાના ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી સારવાર અર્થે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલિસની પ્રાથમિક તપાસમાં બાબુ ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હોવાનું અને તેમને સંતાનમાં બે દીકરા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ફાઈનાન્સ કંપનીમાંથી લીધેલી લોનના હપ્તા ચડી જતાં અને આર્થિક તંગીથી કંટાળીને તેમણે આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સામે આવતા પોલીસ નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. કુવાડવા પોલીસે 267 ગ્રામ ગાંજા સાથે એકની ધરપકડ કરી કુવાડવા પોલીસ ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, કુવાડવા પાસે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં આંટાફેરા કરી રહ્યો છે અને તેની પાસે માદક પદાર્થનો જથ્થો છે. પોલીસે તેની પૂછતાછ કરતા પોતાનું નામ બીપીનગીરી સોમપરી ગોસાઇ (ઉ.વ.58) હોવાનું જણાવ્યું હતું. પોલીસે અંગજડતી લેતા તેની પાસેથી રૂપિયા 13,150ની કિંમતનો 267 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ગાંજાનો જથ્થો, બે મોબાઈલ ફોન સહિત રૂપિયા 23,150નો મુદ્દામાલ કબજે કરી ગાંજો કોની પાસેથી લાવ્યો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં ગાય આડી ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં ઘવાયેલા બાઇકચાલકનું મોત રાજકોટ નજીક મહિકા ગામે રાધિકા રેસિડેન્સીમાં રહેતા રાજુભાઇ લાખાભાઇ અણીયારા (ઉ.વ.44) ગત તા.6 જુલાઇના રોજ રાત્રિના 10 વાગ્યા આસપાસ પોતાનું બાઇક લઇને મહિકા ગામે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન મહિકા ગામના મેઇન રોડ પરથી પસાર થતી વખતે અચાનક એક ગાય રસ્તા પર આડી ઉતરી હતી ગાય સામે આવી જતાં રાજુભાઇએ પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને બાઇક સ્લીપ થઇ ગયું હતું. આ અકસ્માતમાં તેમને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. દોઢ માસ સુધીની લાંબી સારવાર દરમિયાન તેમણે દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *