રાજકોટની સાંદીપની ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આજે કેન્દ્ર સરકારના NTA દ્વારા આયોજિત AIAPGET — All India AYUSH Post Graduate Entrance Test એટલે કે આયુર્વેદ, હોમિયોપેથી, યુનાની અને સિદ્ધની પોસ્ટગ્રેજ્યુએટ (MD/MS) પ્રવેશ માટે લેવાતી રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષામાં ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં પરીક્ષા આપતા 400 માંથી 22 જેટલા વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર સિસ્ટમ જ નહોતી અને માઉસ ખરાબ હતા. જેથી તેમની પાછળથી પરીક્ષા લેવામાં આવી. જે મામલે કોંગ્રેસ દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. આયુર્વેદમાં માસ્ટર ઓફ ડૉક્ટર અને માસ્ટર ઓફ સર્જન બનવા માટેની પરીક્ષા રાજકોટના મવડી વિસ્તારમાં આવેલી સાંદિપની ઇન્સ્ટિટ્યૂટમાં
આશરે 400 જેટલા વિદ્યાર્થીઓની આયુર્વેદમાં MD અને MS બનવા માટેની પ્રવેશ પરીક્ષા લેવામાં આવેલ હતી. જેનો સમય સવારે 10 થી 12 વાગ્યા દરમિયાનનો હતો. જોકે આશરે 22 જેટલા વિદ્યાર્થીઓના કોમ્પ્યુટર બંધ થઈ જતાં તેમને સમયસર પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા નહોતા. ત્યારબાદ આ વિદ્યાર્થીઓની પરીક્ષા પાછળથી 3 થી 5 વાગ્યા દરમિયાન લેવામાં આવી હતી. જે બાદ પાછળથી પરીક્ષા લેવામાં આવી તે માન્ય ગણાશે તેવો લેટર ઉમેદવારોને આપવામાં આવ્યો હતો. જેથી રાજકોટમાં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે માંગ કરી હતી. રાજકોટમાં સ્વામી વિજ્ઞાનાનંદજીએ કહ્યું – મુંબઈમાં 18 થી 20 ડિસેમ્બર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ વૈશ્વિક સ્તરે હિંદુ સમાજને આર્થિક અને ભૂરાજકીય રીતે જાગૃત, સંગઠિત તથા સશક્ત બનાવવાના અભિયાનમાં કાર્યરત પ્રખર વિદ્વાન અને વર્લ્ડ હિંદુ કોંગ્રેસ તથા વર્લ્ડ હિંદુ ઇકોનોમિક ફોરમના પ્રણેતા સ્વામી વિજ્ઞાનાનંદજી રાજકોટ પધાર્યા હતા અને તેમણે મુંબઈમાં 18 થી 20 ડિસેમ્બર દરમિયાન યોજાનારી વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંગે માહિતી આપી હતી. સ્વામી વિજ્ઞાનાનંદજીએ જણાવ્યું હતું કે તેમણે વિશ્વના 65 દેશોનો પ્રવાસ કરી હિંદુ સમાજને જાગૃત અને સંગઠિત કરવા માટે પ્રવચનો તથા જનજાગૃતિનું કાર્ય કર્યું છે. આ વૈશ્વિક અભિયાન સાથે ભારત અને વિશ્વભરમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે.તેમણે આગામી તા. 18થી 20 ડિસેમ્બર દરમિયાન મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાનાર વર્લ્ડ હિંદુ કોંગ્રેસ-2026 અંગે માહિતી આપતાં જણાવ્યું કે સંમેલનનો મુખ્ય સંદેશ ‘સમાનં વ્રતં સહ ચિત્તય’ — સમાન સંકલ્પ અને સામૂહિક દૃઢતા છે.વર્લ્ડ હિંદુ કોંગ્રેસ વિશ્વભરના હિંદુ સમાજને એકત્રિત કરતું વૈશ્વિક મંચ છે. સંમેલનમાં ભારત સહિત વિશ્વના વિવિધ દેશોમાંથી હિંદુ નેતાઓ, વિચારકો, ઉદ્યોગસાહસિકો, નીતિ-નિર્માતાઓ, શિક્ષણવિદો, પત્રકારો અને સામાજિક કાર્યકરો એકત્રિત થઈ ધર્મ, સંસ્કૃતિ, શિક્ષણ, અર્થતંત્ર અને સમાજના પુનરુત્થાન સહિતના વિષયો પર વિચારમંથન કરશે. વોર્ડ નંબર 14માં વોકળા પર કોમ્યુનિટી હોલ નિર્માણાધીન થશે તો જળ હોનારતની ભીતિ રાજકોટના વોર્ડ નંબર 14 માં ભક્તિનગર સર્કલ પાસે આવેલા વોકળા પર કોમ્યુનિટી હોલ નિર્માણ થશે તો માસ્તર સોસાયટીમાં જળ હોનારત સર્જાશે તેવી ભીતિ ઉછરંગનગર કો. ઓ. હાઉસિંગ સોસાયટી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પ્રમુખ પાર્થિવભાઈ રાદડિયા, ચેરમેન નાનુભાઈ બોરીચા, મંત્રી હરેશભાઈ પીપળીયાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી દ્વારા વોર્ડ નંબર 14 ના કોઠારીયા કોલોની અને વાણીયાવાડી (જુનો પારડી માર્ગ) વચ્ચેના વોકળા પર કોમ્યુનિટી હોલ અને ફાયર સ્ટેશન ફાયર બ્રિગેડના ક્વાર્ટર અંગેના બે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે તે સ્થળેથી કોઠારીયા કોલોની અને વાણીયાવાડી વિસ્તારના લોકોનો વિરોધનો વંટોળ ઊભો થયો છે. કારણકે જે પ્રોજેક્ટ હાથ ધરાશે તે સ્થળે હાલ ઓપન વોકળો છે.
રાજકોટમાં NTA ની પરીક્ષામાં ગંભીર બેદરકારી:સાંદિપની ઇન્સ્ટિટ્યૂટમાં આયુર્વેદમાં MD, MS માટેની એન્ટ્રન્સ એક્ઝામમાં 400 માંથી 22 વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર જ ન્હોતા
📅 Published: August 22, 2026 |
📂 Category: gujarati-news
