અરવલ્લીના આકાશ પ્રજાપતિની નેશનલ સોશિયલ આઇકોન એવોર્ડ માટે પસંદગી:યુથ સોશિયલગ્રામ ફાઉન્ડેશન દ્વારા ટોચના 15 વિજેતાઓમાં સમાવેશ

📅 Published: August 22, 2026 | 📂 Category: gujarati-news

અરવલ્લી જિલ્લાના આકાશ પ્રજાપતિ કલ્યાણસિંહની યુથ સોશિયલગ્રામ ફાઉન્ડેશન દ્વારા નેશનલ સોશિયલ આઇકોન એવોર્ડ ૨૦૨૬ (પાંચમી આવૃત્તિ) માટે પસંદગી કરવામાં આવી છે. દેશભરમાંથી પસંદ કરાયેલા ટોચના ૧૫ વિજેતાઓમાં તેમનો સમાવેશ થાય છે. સંસ્થા દ્વારા ૨૨ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ જાહેર કરાયેલી સત્તાવાર વિજેતાઓની યાદીમાં આકાશ પ્રજાપતિનું નામ ગુજરાતના પ્રતિનિધિ તરીકે સામેલ છે. આ વર્ષે દેશભરમાંથી ૩૫૫થી વધુ નામાંકનો મળ્યા હતા, જેમાંથી કડક પસંદગી પ્રક્રિયા બાદ માત્ર ૧૫ વ્યક્તિઓની પસંદગી થઈ હતી. આકાશ કલ્યાણસિંહ હાલમાં MY ભારત અરવલ્લી વોલન્ટિયર તરીકે યુવાનો અને સમાજલક્ષી પ્રવૃત્તિઓમાં સક્રિય છે. તેઓ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના હિન્દી વિભાગમાં Ph.D. રિસર્ચ સ્કોલર તરીકે પણ અભ્યાસ કરી રહ્યા છે. તેમની સામાજિક સેવા, યુવા સશક્તિકરણ, શિક્ષણ અને સમાજ જાગૃતિ ક્ષેત્રે કરેલી કામગીરીને ધ્યાનમાં લઈને આ રાષ્ટ્રીય સન્માન માટે તેમની પસંદગી થઈ છે. નેશનલ સોશિયલ આઇકોન એવોર્ડ ૨૦૨૬ અંતર્ગત વિજેતાઓને દિલ્હી NCR ખાતે યોજાનારા વિશેષ સમારોહમાં સન્માનિત કરવામાં આવશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *