Bhavnagar fake Liquor case: ભાવનગર લઠ્ઠાકાંડનો મૃત્યુઆંક 12 થયો, વધુ એક મોતની આશંકા

📅 Published: August 22, 2026 | 📂 Category: gujarati-news

ભાવનગરના ચકચારી ઝેરી લઠ્ઠાકાંડમાં દર્દીઓના મોતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે એક જ દિવસમાં વધુ 4 લોકોના મોતના સમાચાર સામે આવતા સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. આજે દિવસ દરમિયાન ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 3 દર્દીઓ અને સુરતમાં સારવાર હેઠળના 1 દર્દી મળીને કુલ 4 લોકોએ સારવાર દરમિયાન દમ તોડી દીધો છે.

ગાયત્રીનગરના મુકેશભાઈનું સારવારમાં મોત

તાજેતરમાં ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા અને ઝેરી દારૂની ગંભીર અસર હેઠળ આવેલા મુકેશભાઈ નામના દર્દીની હોસ્પિટલમાં તબિયત વધુ લથડી હતી. તબીબોની ભારે જહેમત છતાં ગંભીર ઝેરી અસરના કારણે મુકેશભાઈનું પણ ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે. ભાવનગર લઠ્ઠાકાંડનો ભોગ બનેલા પરિવારોમાં આક્રંદ અને ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે. હાલ 80 દર્દીઓની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

મરણ જનારોનો આંકડો 12 પહોંચ્યો, તંત્રમાં ભારે દોડધામ

આજના 4 નવા મૃત્યુ સાથે જ ભાવનગર લઠ્ઠાકાંડનો કુલ મૃત્યુઆંક વધીને 12 પર પહોંચી ગયો છે. હોસ્પિટલોમાં હજુ પણ અનેક અસરગ્રસ્તોની સ્થિતિ અત્યંત ગંભીર દર્શાવાઈ રહી છે, જેને પગલે તબીબી ટીમ દ્વારા દર્દીઓને બચાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને તપાસ એજન્સીઓએ દોડધામ વધારી દીધી છે.

આ પણ વાંચો – ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો, મૃત્યુઆંક 12 થયો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *