સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાએ વઢવાણ શહેરની મુલાકાત લીધી હતી. તેમણે વોર્ડ નંબર ૧૨ના કાર્યકરો સાથે બેઠક યોજી વિકાસ કાર્યો અંગે ચર્ચા કરી હતી. તાજેતરમાં યોજાયેલી નગરપાલિકા ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ જિલ્લા અને શહેર સંગઠન દ્વારા મહાનગરપાલિકા વિસ્તારના વિવિધ વોર્ડની મુલાકાત લેવામાં આવી રહી છે. આ મુલાકાતોનો મુખ્ય ઉદ્દેશ્ય વિકાસના કામોને વેગ આપવાનો અને કાર્યકરો તથા હોદ્દેદારો સાથે સંવાદ કરવાનો છે. વઢવાણ શહેરના વોર્ડ નંબર ૧૨ની અચાનક મુલાકાત દરમિયાન, ટમાલિયાએ વોર્ડના કોર્પોરેટર અને ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન વનરાજસિંહ સોલંકીના કાર્યાલય ખાતે કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. તેમણે વિકાસના કામોને ઝડપથી વેગવાન બનાવવા અને લોકો માટેની સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી. આ પ્રસંગે જિલ્લા સંગઠનના ઉપપ્રમુખ રાજભા ઝાલા, શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ, સુરેન્દ્રનગર શહેરના મહામંત્રીઓ વિપુલભાઈ ચૌહાણ અને જયભાઈ શાહ, પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન બહાદુરસિંહ સોલંકી, રાજેશભાઈ હળવદીયા (માળી) અને અશોકભાઈ ભાડકા સહિતના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
વઢવાણમાં ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલિયાએ વોર્ડ 12ની મુલાકાત લીધી:નગરપાલિકા ચૂંટણીમાં વિજય બાદ વિકાસ કામોને વેગ આપવા બેઠક
📅 Published: August 22, 2026 |
📂 Category: gujarati-news
