વેરાવળના ટોબરા ગામમાં મધરાતે સાત સિંહો ઘૂસ્યા:સિંહોની પાછળ શંકાસ્પદ કાર દોડાવાઈ હોવાનો ગ્રામજનોનો દાવો, CCTV સામે આવ્યા

📅 Published: August 23, 2026 | 📂 Category: gujarati-news

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ટોબરા ગામમાં 22 ઓગસ્ટની મધરાતે 7 સિંહોની પાછળ શંકાસ્પદ કાર દોડાવી પજવણી કરાઈ હોવાનો વિવાદ સામે આવ્યો છે, જેનાથી ગ્રામજનોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. ટોબરામાં સિંહ પરિવારનો વસવાટ અને સહઅસ્તિત્વ ટોબરા અને તેની આસપાસના વિસ્તારમાં કાયમી ધોરણે અંદાજે 14 જેટલા સિંહો વસવાટ કરે છે. સ્થાનિક ગ્રામજનો સિંહોની હાજરીથી ટેવાયેલા છે અને તેઓ વન્યજીવોને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના શાંતિપૂર્ણ રીતે સહઅસ્તિત્વ જાળવી રહ્યા છે. રાત્રિના સમયે સિંહ દર્શન અને પજવણી છેલ્લા કેટલાક સમયથી બહારના લોકો રાત્રિના સમયે સિંહ દર્શન કરવા અને વીડિયો બનાવવા માટે ગામમાં આવી રહ્યા છે. આ લોકો સિંહોની પાછળ વાહનો દોડાવીને પજવણી કરતા હોવાના બનાવો સામે આવ્યા છે, જેનો એક CCTV વીડિયો પણ હાલ સામે આવ્યો છે.
માનવ-સિંહ સંઘર્ષ વધવાની ઉઠતી આશંકાઓ જયસુખ સોલંકી અને વિક્રમ વાઢેર સહિતના સ્થાનિક અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે બહારથી આવતા લોકો દ્વારા કરાતી પજવણીથી સિંહો ઉશ્કેરાઈ શકે છે. આ પ્રવૃત્તિ નિર્દોષ ગ્રામજનો માટે માનવ-સિંહ સંઘર્ષનું જોખમ ઊભું કરી રહી છે. વન વિભાગ પાસે કડક કાર્યવાહીની માગણી ગ્રામજનોએ વન વિભાગ પાસે પજવણી કરનાર તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સાથે જ ગામની ગલીઓમાં વારંવાર આવતા સિંહપરિવારને સાવચેતીપૂર્વક અને સુરક્ષિત રીતે જંગલ તરફ ખસેડવા માટે પણ વિનંતી કરાઈ છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *