Surat News: ઉધના રેલવે સ્ટેશને 15 હજાર મુસાફરો માટે બનાવાશે કાયમી વેઈટિંગ એરિયા

📅 Published: August 23, 2026 | 📂 Category: Surat

ઉત્તરપ્રદેશ,બિહાર,ઝારખંડ તરફની મોટાભાગની ટ્રેનો ઉધના રેલવે સ્ટેશનની ઉપાડવામાં આવી રહી છે.ખાસ કરીને દિવાળી,ઉનાળુ વેકેશન,હોળી જેવા તહેવારોમાં દોડાવાતી સ્પેશિયલ રિઝર્વ અને અનરિઝર્વ ટ્રેનો પણ ઉધનાથી દોડાવાઈ છે.ત્યારે તહેવારોના સમયગાળામાં ઉધના સ્ટેશને કીડિયારું ઊભરાઈ છે.દર વખતે તહેવારોમાં હંગામી વેઇટિંગ એરિયા તૈયાર કરવામાં આવી છે.પરંતુ મુસાફરોની સુવિધા માટે રેલવેતંત્ર દ્વારા ઉધના રેલવે સ્ટેશને 59147 સ્ક્વેર ફૂટમાં કાયમી વેઈટિંગ એરિયા બનાવવાનો આરંભ કરી દેવાયો છે.

મુસાફરોને કંટ્રોલ કરવા મુશ્કેલ બની જાય છે

આ વેઈટિંગ એરિયામાં એકસાથે 15 હજાર મુસાફરોને સમાવી શકાશે.અંદાજિત 4 કરોડ રૂપિયાની ખર્ચે તૈયાર થનારો કાયમી વેઈટિંગ એરિયા સંભવત ઓક્ટોબર મહિનાના પહેલા સપ્તાહમાં તૈયાર થઈ જશે.સુરતને કર્મભૂમિ બનાવીને કાયમ માટે વસવાટ કરતા ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડના લાખો લોકો હોળી, દિવાળી, છઠપૂજા,ઉનાળુ વેકેશનના સમયે માદરે વતન અચૂક જાય છે.હવે દિવાળીમાં વેકેશન પડે ત્યારે છઠપૂજા પહેલાં વતન પહોંચવા માટે ઉધના રેલવે સ્ટેશને મુસાફરોની ભારે ભીડ ઊમટી પડે છે.આવા સમયે મુસાફરોને કંટ્રોલ કરવા મુશ્કેલ બની જાય છે.

બાથરૂમ માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરી શકાતી નથી

એકસાથે 20થી 25 હજાર મુસાફરો સ્ટેશને ધસી આવતા અરાજકતા સર્જાઈ છે.એટલું જ નહીં મુસાફરોને ટિકિટથી માંડીને ટ્રેન સુધી લઈ જવા માટે રેલવેના અધિકારીઓએ ભારે મહેનત કરવી પડી છે.જોકે,વીતેલા કેટલાક સમયથી ઉધના સ્ટેશને મુસાફરો માટે હંગામી વેઈટિંગ એરિયા બનાવવામાં આવે છે.અહીંયાથી જ મુસાફરોને અનરિઝર્વ ટિકિટ ઈશ્યૂ કરવાની સુવિધા પણ ઊભી કરવામાં આવે છે.આ ટેમ્પરરી સુવિધા માટે રેલવેએ દર વખતે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે.લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં મુસાફરો માટે પીવાના પાણીથી માંડીને ટોઈલેટ બાથરૂમ માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરી શકાતી નથી.

સ્તનપાન માટે અલગથી રૂમ બનાવાશે

ત્યારે મુસાફરોને પડી રહેલી અગવડને ધ્યાને લઈ કાયમી ધોરણે વેઈટિંગ એરિયા બનાવવા રેલવે તંત્ર કવાયત હાથ ધરવામાં આવી છે.59147 સ્ક્વેર ફૂટમાં વેઈટિંગ એરિયા બનાવવા માટે એજન્સીને કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે.તેમજ 15 હજાર મુસાફરો બેસી શકે તેવી ક્ષમતાનો અદ્યતન વેઈટિંગ એરિયા આગામી ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં બનીને તૈયાર થઈ જશે.આ વેઈટિંગ એરિયામાં મુસાફરો માટે પીવાના પાણીથી માંડીને અનરિઝર્વ ટિકિટના કાઉન્ટર, ટોઈલેટ-બાથરૂમ, પંખા તેમજ સ્તનપાન માટે અલગથી રૂમ બનાવાશે.

આ પણ વાંચોઃ Weather Update: દિલ્હી-NCR સહિત 23 રાજ્યમાં વરસાદની આગાહી, આગામી 5 દિવસ હવામાન રહેશે બદલાયેલું


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *