એસેન્ટ મેડીટેક લિમિટેડ દ્વારા તિથલ બીચ પર સ્વચ્છતા અભિયાન:પર્યાવરણ સુરક્ષા અને જાગૃતિ માટે કંપનીના સભ્યો ઉત્સાહભેર જોડાયા

📅 Published: August 23, 2026 | 📂 Category: gujarati-news

વલસાડ: એસેન્ટ મેડીટેક લિમિટેડ દ્વારા તિથલ બીચ ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સુરક્ષા અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી કંપનીના સભ્યો મોટી સંખ્યામાં આ અભિયાનમાં જોડાયા હતા. આ સ્વચ્છતા અભિયાનનું આયોજન ડીજીએમ ક્રિષ્ના કુમારની આગેવાની હેઠળ થયું હતું. કંપનીના કર્મચારીઓ અને સભ્યોએ તિથલ બીચ પરથી કચરો એકત્રિત કરીને તેનો યોગ્ય નિકાલ કર્યો હતો. આ દરમિયાન, જાહેર સ્થળો પર કચરો ન ફેંકવા અને સ્વચ્છતા જાળવવા અંગે લોકોને જાગૃત પણ કરવામાં આવ્યા હતા. તિથલ એક મહત્વપૂર્ણ પ્રવાસન અને ધાર્મિક સ્થળ છે, જ્યાં સ્થાનિકો ઉપરાંત મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ આવે છે. આવા સ્થળની સ્વચ્છતા જાળવવી એ માત્ર સ્થાનિક તંત્રની જ નહીં, પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. આ વિચાર સાથે કંપનીના સભ્યોએ અભિયાનમાં સક્રિય ભાગ લીધો હતો. અભિયાન દરમિયાન કંપનીના સભ્યોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સૌએ સાથે મળીને સ્વચ્છતા કામગીરી કરી અને તિથલને વધુ સ્વચ્છ બનાવવાનો સંકલ્પ લીધો. કંપનીની આ પહેલને સામાજિક જવાબદારીના એક મહત્વપૂર્ણ ઉદાહરણ તરીકે જોવામાં આવી રહી છે. આ પ્રસંગે ડીજીએમ ક્રિષ્ના કુમારે જણાવ્યું હતું કે, સ્વચ્છતા માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ, પરંતુ તેને રોજિંદા જીવનનો ભાગ બનાવવી જરૂરી છે. તેમણે ઉમેર્યું કે, જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા માટે દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજવી જોઈએ. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો અને સમાજને સકારાત્મક સંદેશ આપવાનો છે. એસેન્ટ મેડીટેક લિમિટેડ દ્વારા હાથ ધરાયેલા આ અભિયાનથી અન્ય સંસ્થાઓ અને નાગરિકોને પણ જાહેર સ્થળોની સ્વચ્છતા માટે પ્રેરણા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. કંપનીના સભ્યોએ ભવિષ્યમાં પણ આવા સામાજિક કાર્યોમાં સહભાગી થવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. અભિયાનના અંતે, તમામ સભ્યોએ તિથલને સ્વચ્છ રાખવા અને અન્ય લોકોને પણ સ્વચ્છતા માટે પ્રેરિત કરવાનો સંકલ્પ લીધો. કંપનીની આ પહેલથી સામાજિક જવાબદારી અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થઈ હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *